Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૨૮
[ શ્રી વિજયપદ્રસૂરિકૃત કે તે તારક મહાપુરૂષે પાછલા ભવમાં જેટલા પ્રમાણના અવધિ જ્ઞાનને ધારણ કરતા હતા, તે જ સ્થિતિના અવધિ જ્ઞાનને લઈને અહીં આવે છે. આવા લોકેનર પૂજ્ય મહાનુભાવે હાથી જેવા કહેવાય, અને તેમની આગળ મારા જેવા પામરજી ગધેડા જેવા ગણાય, માટે તેમની તુલના(સરખાઈ) ન જ કરી શકાય. કાળરૂપી ચેર છે, તે અચાનક ત્રાપ મારીને જીના જીવિત રૂપી અમૂલ્ય રત્નને ચોરી જાય છે. તેથી હવે જ્યાં આ કાળ રૂપી ચેરને ભય ન હોય તેવા મેક્ષ રૂપી નગરમાં જવાની મારી ઈચ્છા છે. રસ્તામાં ભાતા વિના જઈ શકાય નહિ, તેથી હવે સંયમ રૂપી પાથેય (માતા)ના આધારે હું મોક્ષ રૂપી નગરમાં જવાની તીવ્ર ઉત્કંઠા રાખું છું. તારે પણ દુર્લભ માનવ ભવ સફલ કરે હોય, તો તું અને બીજી પણ સર્વે સીએ સંયમ સાધવાને જલદી તૈયાર થઈ જાવ. આવી રીતે નકામો ટાઈમ ગુમાવવામાં શું લાભ છે? યાદ રાખવું કે કરડે રને બદલામાં સામાને દઈએ તો પણ ગએલો સમય પાછો મળી શકતા નથી. ભોગથી ભયંકર રોગની પીડા ભેગવવી પડે માટે સુખી થવાની ચાહનાવાળા ભવ્ય જીએ વહેલાસર નિર્મમ સંયમની આરાધના કરી આત્મ કલ્યાણ કરવું એ જ વ્યાજબી છે. આ બધું જે કંઈ તમે બોલે છે, તે મેહના જ ચાળા- છે જે મેહના જુલમે કરીને સંસારી જ નિગોદમાં પણ ભયંકર દુખે ભેગવી રહ્યા છે, તે મેહને લગાર પણ વિશ્વાસ કરે, એ ભયંકર મૂર્ખાઈ કહેવાય. તે જ ભવ્ય ધન્ય ગણાય છે, જેઓ મહિને ગુલામ બનાવી આત્મ કલ્યાણ સાધી ગયા છે, સાધે છે અને સાધશે.