Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
[ શ્રી વિજયપધસૂરિકૃતબૂરા હાલે મરણ પામ્યા છે. એમ સમજીને આવી સ્ત્રીઓને વિશ્વાસ ન કરે. તેઓની સાથે વધારે લપન છપ્પનન જ રાખવી જોઈએ. ચેતીને ચાલનાર ભવ્ય સ્ત્રીની પ્રપંચ જાળમાં ફસાતા નથી. આ વાતને ભૂલી જઈને જેઓ ઉપર જણાવેલા દેષવાળી સ્ત્રીઓને વિશ્વાસ કરે છે, તેઓ વગર મેતે અસમાધિ મરણ પામે છે. આ ચારે કારણેને જણાવનાર લેક આ છે
आर्यावृत्तम्-अनुचितकर्मारंभः, स्वजनविरोधो बलीयसा स्पर्द्धा॥
પ્રમોશનનિશ્ચાત્તા, મૃત્યુતાનrfજ સ્વારિ II II
'' આ બીનાને લક્ષ્યમાં રાખીને ભવ્યજીએ પ્રપંચ ભરેલી વાણુને પ્રેમોક્તિ માનવાની ભૂલ ન જ કરવી જોઈએ. પ્રભુ દેવના શાસનમાં માયા કરવાની ના પાડી છે, પણ માયાને ઓળખવી તે જરૂર જોઈએ. સામાના વચનનું ખરૂં રહસ્ય એ જાણીને જવાબ દેવા જોઈએ. તેના કહ્યા પ્રમાણે વર્તવામાં પણ ઉતાવળ ન કરવી જોઈએ. દુનિયામાં અનેક મુદ્દાઓથી મીઠાં વેણ બોલાય છે, સ્વાર્થ સાધવાને વખાણ પણ કરાય છે. મનમાં જૂદું, કહેવાનું જૂઠું અને કરવાનું કામ જૂઠું હોય આવી પણ ચાલબાજી ઘણું રમાય છે. તેને ઓળખીને સાવચેત રહીને નિર્દોષ પ્રવૃત્તિ કરવી જોઈએ. ઉદાઈ રાજા માયાને ઓળખી ન શક્યા, તેથી વિનય રત્નના હાથે મરણ પામ્યા. તે રાજર્ષિ મહાભદ્રિક હતા, પ્રભુદેવના શાસનમાં ઉંચકેટીના આત્મ કલ્યાણ કરનાર છમાં તે અગ્રેસર હતા, છતાં માયાને આળખી ન શક્યા, તેથી અચાનક મરણ પામ્યા.