Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૧૪
[ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતઆજ પણ મુનિરાજ તેવા ચરણ તપને સાધતા, જિનશાસને છે વિજયવંતા શીલ તેજે ચળકતા. ૧૧૪
અક્ષરાર્થ–જે પુણ્યશાળી ભવ્ય જીએ નવયૌવન અવસ્થામાં પણ દયાના ગુણ વડે હિંસાનું વ્યસન છોડયું છે, અને સત્ય ગુણ વડે અસત્ય બોલવાનું છેડયું છે, તથા સંતેષ વડે બીજાનું ધન ચોરવાની ચતુરાઈ છેડી છે, અને શીલ ગુણ વડે કામની રાગાંધતા છેડી છે, વળી નિર્ગથપણાના ગુણ વડે પરિગ્રહ ભેગે કરવાની મૂછ છેડી છે તેવા પુણ્યશાળી મુનિવરાદિ ભવ્ય જીવોથી જ આ પૃથ્વી પવિત્ર થયેલી છે એમ હું માનું છું. ૨૦
સ્પષ્ટાર્થ–આ લેકમાં કવિએ મુનિવરોનાં પાંચ મહાવતે અને અપેક્ષાએ અણવતે પણ જણાવ્યા છે અને તેવા પંચ મહાવ્રતધારી મુનિ વિગેરે મહાપુરૂષોથી જ આ પૃથ્વીને પવિત્ર થયેલી જણાવી તેમની પ્રશંસા કરી છે. તેમાં મુનિ વિગેરે મહાપુરૂષોને દયાના ગુણ વડે હિંસાનું વ્યસન છેડનારા કહેવાથી પહેલું અહિંસા નામનું વ્રત જણાવ્યું, અને સત્ય વડે અસત્ય છોડવાનું કહેવાથી બીજું સત્ય વ્રત રૂપ વ્રત જણાવ્યું, સંતોષ વડે ચોરીને છોડવાનું કહેવાથી ત્રીજું અદત્તાદાન વિરમણ નામનું વ્રત જણાવ્યું. શીલ ગુણ વડે કામ રાગથી થતા અંધાપાને (મિથુનને) છોડવાનું કહેવાથી ચોથું બ્રહ્મચર્ય વ્રત આવ્યું, અને નિગ્રંથ પણુના (મૂછને ત્યાગ કરવા રૂ૫) ગુણ વડે પરિગ્રહને છોડવાનું કહેવાથી પાંચમું અપરિગ્રહ વ્રત આવ્યું, અને