Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાથ સહિત વૈરાગ્યશતક ]
૧૦૫ ચક્રવતીઓ વિગેરે મહા બળવાન પુરૂષને પણ પિતાને આધીન બનાવ્યા (તાબે કર્યા) છે. આ મુદ્દાથી કવિએ કામદેવને મહા બળવાન કહ્યો છે તે વ્યાજબી જ છે. આ લેકનું તાત્પર્ય એ છે કે શ્રી જેનેન્દ્ર શાસનમાં ત્યાગ ધર્મની પ્રધાનતા છે. એટલે નીડરમાં નીડર જીવન કઈ પણ હોય તે તે એક સંયમ જીવન છે. જે ભવ્ય જીવ સમજણ પૂર્વક સંયમ ધર્મને સાધે છે. એટલે સ્ત્રી આદિ પદાર્થોને ત્યાગ કરે છે, તેઓ કામદેવે કરેલા ઉપદ્રવના પ્રસંગે પણ ડરતા નથી. પરંતુ શુરવીર બનીને પ્રભુ શ્રી નેમિનાથની માફક કામદેવને તરછોડે છે. યાદ રાખવું જોઈએ કે સુંદર-પ્રિય -સ્વાધીન–ભેગના સાધનેને ત્યાગ કરનારા ખરા ત્યાગી ભવ્ય જી વિરલા જ હોય છે. તેવા મહા પુરૂષની સેવાથી વિશેષ લાભ મળે, એમાં નવાઈ શી? પણ દર્શનથી પણ આપણા ચીકણું પાપ રૂપી મેલ ધોવાઈ જાય છે. આવી સ્થિતિને પામવાને માટે ભવ્ય જીવોએ ૧. સારા નિમિત્તાની સેવના કરવી. ૨. ખરાબ વિચારને તિરસ્કાર કર. ૩. મહા શીલવંત પુરૂષના ગુણેનું સ્મરણ કરવું. ૪. વૈરાગ્યને પિષનારા ગ્રંથોનું વાંચન કરવું. તથા (૫). વચને પણ તેવા બલવા અને સાંભળવા. (૬). મન વચન કાયાથી સ્ત્રી (ની સાથે) પરિચયને ત્યાગ કરે. (૭) ઠઠ્ઠા મશ્કરી ન કરવી, તેમાં પણ સ્ત્રી જાતિની સાથે તે વિશેષ કરીને ન જ કરવી જોઈએ કારણ કે તેમ કરતાં સદાચાર ટક્તો નથી. (૮) નાટક સીનેમાનું જેવું, શૃંગારિક ગાયને સાંભળવા વિગેરે અનિષ્ટ સાધનેને ત્યાગ કર. ૯. આર્ય સદ્ગુણી મુનિવ