Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૧૦૪
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
ક્રોધવાળા થયા હાય તા પણ (તેને) શું કરી શકે ? અર્થાત્ કઇ પણ આંચ ( હરકત ) કરી શકે નહિં. ૧૮
સ્પષ્ટા ઘરના કલેશ કયાથી કંટાળીને અથવા સ્ત્રી કદરૂપી હાવાથી અથવા સ્ત્રીનું ભરણ પોષણ કરવા અશક્ત હાવાથી અને ઘણી ઉપાધિને લઇને કંટાળી જવાથી (આ ચાર કારણમાંના કોઇ કારણથી સ્રીને છેડીને-તેના ત્યાગ કરીને ) જે પુરૂષ સંયમી ( ત્યાગી ) બન્યા હોય તે અથવા તેના જેવા ખીજા પુરૂષા સુંદર સ્ત્રીના અને ધન વિગેરેના માહ જાગતાં ક્રી પણ ઘરબારી બની જાય છે. કારણુ કે જ્ઞાનના અંકુશથી એના વિષય વિકારા શાન્ત પડયા નથી એટલે ખરા મજબૂત વૈરાગ્ય વિના તેણે સ્રી ધન વિગેરે પદાથાના ત્યાગ કર્યો છે. પરન્તુ જેને સુ ંદર સ્વરૂપવાળી હાથીના સરખી મઢ મંદ ગતિવાળી સ્ત્રી મળી હાય તે ભરણ પાષણનાં સાધના પણું વિશાળ હાય છતાં પણ શ્રી જિનશાસ્ત્રના શ્રવણથી કે ગુરૂના સંગથી વિષય વિકારા દુર્ગતિમાં પાડનારા છે, અને તેત્રીશ સાગર।૫મા સુધીના પણ નરકનાં દુ:ખ આપનારા છે, વિગેરે બીનાની સારી સમજણ પૂર્વક સ્ત્રીને છેડી જે સંચમી બન્યા છે, તેવા સચમી પુરૂષની ઉપર મહાપરાક્રમી કામદેવ અતિશય ક્રોધવાળા થયા હાય તા પણ એવા બળવાન ક્રોધી કામદેવ તેવી સમજણુવાળા સંયમીને ફરીથી સ્ત્રી અને ધનાદિની માયા જાળમાં શી રીતે સાવી શકે? અર્થાત્ ન જ ફસાવી શકે. અહિ. કામદેવને વીવ: ( ઘણા બળવાન ) કહેવાનું કારણ એ છે કે એ કામદેવે બ્રહ્મા આદિ દેવાને, ઇન્દ્રોને