Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પા સહિત વૈરાગ્યશતક ]
૭૧
એ કામવિકારાને પણ ધિક્કાર છે. આ Àાકમાં જણાવેલી મીનાને શાંત હૃદયથી વિચારનારા ભવ્ય જીવેાને અપૂર્વ આપ ( હિતશિક્ષા ) એ મલે છે કે જ્યારે કવિ કામી જનના વિતને ધિક્કારે છે, ત્યારે તે શીલવતા ધમી જીવાના જીવનને જ ઉત્તમ ગણે છે. એમ વિના આશય જણાય છે. જીવિત અને જીવન શબ્દના અર્થ એક જ છે. એમ સમજીને દયાળુ મહિષ ભગવંતે જીવનના ત્રણ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે. ૧ સાત્ત્વિક જીવન. જેમાં અહિંસા, સયમ, શીલ, દાનાદિની નિર્મલ સાધના રહી છે. સુખના સમયમાં અભિમાન અને દુ:ખના સમયમાં હાય વાય થતી નથી. જીવનની અને તમામ સાંસારિક પદાર્થોની ક્ષણ ભંગુરતાના વિચાર સતત ચાલુ જ છે. કામ, ક્રોધાદિને મહા દુ:ખના સાધન તરીકે જ ગણવામાં આવે છે. ધર્મવીર દયાવીર શીલ દાનાદિ વીર પુરૂષાની સદ્ભાવના અને અનિત્યાદિ સેાળ ભાવનાના વિચારા કરાય છે. તે સાત્ત્વિક જીવન કહેવાય. આમાં શ્રી ગૈાતમ ગણુધર કામદેવ શ્રાવાદના દષ્ટાંત જાણુવા. ૨. રાજસી જીવન, જેમાં કામવાસનાના તેાફાન થઇ રહ્યા છે તે રાજસી જીવન કહેવાય. આમાં કર્યું રાવણાદ્વિના દષ્ટાંત જાણવા ૩. તામસી જીવન. જેમાં ક્રોધાદિ કષા ચની ઉત્પત્તિ વારંવાર થતી હાય તે તામસી જીવન કહેવાય. આમાં ક્રોધી સાધુ મમ્મણ શેઠ વિગેરેના દષ્ટાંત જાણુવા. ત્રણ ભેદમાં ઉત્તમ સાત્ત્વિક જીવનના પ્રતાપે જ શ્રી વજાસ્વામી મહારાજે રાગી રૂકિમણીને સંયમની રાગિણી અનાવી. સાત્ત્વિક જીવનવાળા મહાપુરૂષા જ્યારે મરણ પામે, ત્યારે