Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૮૦.
[ શ્રી વિજ્યપધસૂરિકૃતઈન્દ્રિયે રૂપી ઉમર (તોફાની) ઘેડા વશમાં ન રહે અને વિષયને આધીન થઈ સ્ત્રીઓનું ચિંતવન કરે એ વાત તે દૂર રહી પરંતુ જે પુરૂ ઘરડા ડેસા જેવા થઈ ગયા, અને તેવા ઘડપણથી જેમના માથાના વાળ પણ સાવ ધોળા થઈ ગયા, અને જેઓની જુવાની વીતી ગઈ, આંખનું તેજ નાશ પામ્યું, કાન બહેરા થઈ ગયા, દાંત ખડખડી પડતાં બેખા થઈ ગયા, હાડકાં પણ મજબૂત હતાં તે ખડખડી ઉઠયાં, માંસ સૂકાઈ જવાથી શરીર દુબળું થઈ ગયું, ચામડી ચમકતી હતી તે ફીકી પડી કરચલીઓ પડી ગઈ. આવા પ્રકારની ઘડપણની દુર્દશાઓ સાક્ષાત્ અનુભવે છે છતાં પણ એ જડ પુરૂષ હજી હંમેશાં સ્ત્રીના વિલાસને મેળવવાના વિચાર કર્યા કરે છે, સાઠ સાઠ વર્ષની ઉમ્મરના અને મસાણમાં પહોંચવાની તૈયારીવાળા જડ પુરૂષોને પણ સોળ વરસની સુંદરીઓ પરણવાના કોડ થાય છે. પોતે ઘરડા થવા છતાં જુવાન જેવા દેખાવાને સફેદ થઈ ગયેલા વાળને કલપ લગાવી લગાવી કાળા દેખાડવાને આડંબર કરે છે, અને ફરી જુવાની મેળવવા માટે ભમે માત્રાઓ
ઔષધિઓ અને અભક્ષ્ય દવાઓ ખાઈ ખાઈને શક્તિ ટકાવી રાખવા અથવા ગયેલી શક્તિ પાછી મેળવવા માટે તનતોડ મહેનત કરે છે, આંખમાં આંજને વિગેરે આંજી આંખનું તેજ લાવવા ફાંફા મારે છે, કાનની બહેરાશ ઓછી કરવા વૈદ દાક્તરની દવાઓ વગેરે કરે છે, દાંત નવા આવ્યા હોય એવો આડંબર દેખાડવા દાંતનાં ચેકઠા બેસાડે છે, તથા હાડ માંસને મજબૂત બનાવવા માટે અનેક પ્રકારનાં