Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટા
સહિત વૈરાગ્યશતક ]
૮૧
તેલ વિગેરે માલીસ કરે છે, અને ચામડીની પ્રીકાશ છૂપાવવા માટે સ્ના અને પાવડર વગેરે છાંટે છે. એ પ્રમાણે જીવાનીના ગયેલા રંગને પાછા મેળવવા અને છૂપાવવા વૃદ્ધ કામિજના ઘણી મહેનત કરે છે, પરન્તુ જે ખરી જુવાની ગઈ જે તે ગઈ જ જાણવી, પાછી આવતી નથી, અને નકલી જુવાની કંઇ કામ આવતી નથી, એ પ્રમાણે નકલી જુવાની લાવનારા મનમાં જાણે છે તે પણ લેાકમાં પેાતાની શક્તિના આડંબર દેખાડી જુવાન સ્ત્રીઓને પેાતાના પ્રેમ પાસમાં સાવવાને જ એ બધા ખાટા આડંબર રચે છે, માટે હુ ભવ્ય જીવે ! વૃદ્ધાવસ્થાની દુર્દશા સાક્ષાત્ દેખીને જલદી આત્મહિત સાધવાને સાવધાન થજો. અને હવે અલ્પ સમય ટકનાર આ શરીર મારફત કંઈ પણ પરભવનું સાધન સાધી લેવાના દઢ વિચાર રાખવા જોઇએ તેને ખલે હજી પણ સીએની પાછળ જ મસ્તાની મનને છૂછ્યુ મૂકેા છે! તે ઠીક નહિ. આ શરીરથી ચાહે તેટલા વિલાસેા કરી તે પણ મન સતાષ પામવાનું નથી, માટે જેમ કુદરતે શરીરને વૃદ્ધ અનાવ્યું તેમ તમે મનને પણ સંસાર વાસનાથી વૃદ્ધ (વિરકત) અનાવા અને જુવાનીના બધા ચાળા છેાડી દઇને માક્ષ માર્ગની સાધના કરીને માનવ દેહને સલ કરવામાં જ પ્રયત્નશીલ થજો. એ આ Àાકનું રહસ્ય છે. અવસિપ ણીના પાંચમા આરામાં દિવસે દિવસે વધારે વધારે પડતીના ચિહ્નો પ્રકટે છે. જુવાનીમાં આંખ વગેરે અવયવા દ્વારા કામ લઈ શકાય છે. તે વખતે ચક્ષુ વિગેરેને મેક્ષ માર્ગની સાધનામાં જોડવાથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે. સ્વપર હિતને સાધી