Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૫૪
[ શ્રી વિજયપદ્રસૂરિકૃતભયંકર દુ:ખેની પરંપરા એ પણ અતિ સ્પષ્ટ હોવાથી અહીં ફલની બીના જણાવી નથી.
અહિં શીલવંત મુનિવરે પૂર્વે કહેલી સી કથા રૂપ વેલડીને શીલવ્રત રૂપ અગ્નિમાં બાળી નાખીને ભસ્મ કરી નાખે છે. બધા બાળી નાખીએ એમને કહેતાં મારો
તાભસ્મી ભૂત (રાખ) કરી નાખી એમ કહેવાનું કારણ એ કે કેઈક વસ્તુઓ છેડી ઘણું બળી હોય તે પણ વાવવાથી તે ઉગી નીકળે છે, પરંતુ તે વસ્તુઓને સંપૂર્ણ બાળી નાખીને રાખ કરી દીધી હોય તે ફરીથી ઉગતી નથી એ ભાવાર્થ અહીં ચાલુ પ્રસંગે જણાવવાને “રાખ કરી નાખી” એમ કહ્યું, જેથી તે સ્ત્રી કથા રૂપ વેલડી ફરીથી ઉગી શકે જ નહિં.
એ પ્રમાણે સ્ત્રી કથા રૂપ વેલડીને બાળીને રાખ કરવાથી તે બ્રહ્મચારી મુનિવરે કામદેવને આધીન થતા નથી તેથી કામદેવને અત્યંત ક્રોધ ચઢે તો એ કોધી બનેલે કામદેવ પણ તેવા પૂજ્ય મુનિવરેને શું કનડગત કરી શકે ? અર્થાત કામદેવ તેઓને જરા પણ સતાવી શકે જ નહિ.
વળી મનને વ્યાખ્યાન દેવદર્શન સ્વાધ્યાય પૂજા વૈયાવૃત્ય વિગેરે પવિત્ર અનુષ્ઠાને માં જોડી દેવાથી સ્ત્રીકથા તરફ મન દોરાય જ નહિં અને કામને જીતી શકાય. તથા એવાં ઉત્તમ ધર્માનુષ્ઠાને રૂ૫ ઉત્તમ આલંબનેમાંથી મન ખસે તો સ્વછંદી બને, તેથી સ્ત્રીઓની સાથે રાગથી વાતચિત કરતાં આસક્તિભાવ જાગે તો શીલ સાચવી શકાય