Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટાર્થ સહિત વૈરાગ્યશતક ]
૫૫ નહિ, ને પરિણામે તેવા જીવો સંયમથી ભ્રષ્ટ થઈ જાય. આ સ્થિતિએ પહોંચેલા છે જીવતા છતાં પણ મડદાં જેવા જ ગણાય, કારણ કે સંયમ ઉપર જીવનને ટકાવ છે તેને ગુમાવનારે ખરી રીતે જીવતો કહી શકાય જ નહિ. વળી સમુદ્ર બીજાને તે સંઘરે પણ મડદાંને તે ન જ સંઘરે. તે પછી સંઘ રૂ૫ સમુદ્ર શીલ ભ્રષ્ટ જ રૂપી મડદાંને ન જ સંઘરી શકે. તેવા છે તો બીજાને પણ બગાડે. માટે સડેલી આંગળીઓ જેવા અથવા બગડેલા નાગરવેલના પાન જેવા ભ્રષ્ટ ને સંઘમાં સંઘરવાથી તે લાભને બદલે બીજાને બગાડવા રૂપ ગેરલાભ જ થાય છે.
વળી આગળ વધીને વિચાર કરતાં એમ પણ જાણું શકાય છે કે શ્રી જેન્દ્ર શાસનને કાયદો એ છે કે મુનિઓ કેવળ સ્ત્રીઓના સમુદાયમાં વ્યાખ્યાન ન જ આપી શકે, અને વ્યાખ્યાનના ટાઈમે પણ ઓછા વધતા પ્રમાણમાં પ્રથમ પુરૂષ આવ્યા બાદ સ્ત્રીઓ વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયમાં આવી શકે, તે સિવાયના ટાઈમે તે સ્ત્રીઓ આવી શકે જ નહિ. (સ્ત્રીઓ વ્યાખ્યાન સાંભળવા પ્રસંગે પુરૂષે આવ્યા બાદ જ સામાયિક લઈ શકે) આ મુદ્દો પણ એ જ છે કે એ પ્રમાણે વર્તવાથી જ પૂજ્ય શ્રી સંઘ શીલ આબરૂ ને ભાષા સમિતિની મર્યાદા પાળી શકે તે પરંપરાએ આરાધક ભાવ પામી શકે. જન્મ જરા મરણની ઉપાધિઓ વિનાની મુક્તિના અક્ષય સુખને પામે.
આ લેકમાંથી સાધેલ શુદ્ધ બ્રહ્મચર્યને ટકાવવા, વધારવા માટે જરૂરી બીન આ પ્રમાણે ટૂંકામાં ભવ્ય જીવોએ