Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
[ શ્રી વિજ્યપધસૂરિકૃતનવ નિધાને ચક્રિના દશમે નિધાન વિવેક આ, એહના મેગે તર્યા તરશે જ સ સારી આ. પ૬
અક્ષરાર્થ–ઘણી રાતી અને વિશાલ આંખે વાળી મદેન્મત્ત સ્ત્રીઓએ વારંવાર તિરસ્કાર કરી મુનિઓ ઉપર તીર્ણ કટાક્ષ રૂપી બાણેનો સમૂહ ફેક હોય તે પણ કામદેવની લીલાને (કામ ક્રીડાને) જેમણે ઉપશમાવી દીધી છે એવા, અને તેથી જેઓની આસપાસ હંમેશાં શુદ્ધનિર્મળ વિવેક રૂપ વાની ઢાલ ભમ્યા કરે છે (ફર્યા કરે છે) તેવા મુનિઓને તે કટાક્ષ બાણે શું કરી શકે એમ છે? (અર્થાત્ તેવા મુનિઓને સ્ત્રીના કટાક્ષ બાણે કંઈ પણ ઈજા કરી શકતાં નથી). ૯.
સ્પષ્ટાર્થ–આ નવમા લેકમાં ગ્રન્થકાર કવિએ સ્ત્રીઓના કટાક્ષથી બચવાને ઉપાય બતાવે છે. દુનિયામાં ચઢવાના સાધન કરતાં પડવાનાં સાધને ઠામ ઠામ નજરે પડશે, માટે હે મુનીશ્વર! ઈસમિતિમાં સાવધાન રહેશો. અને રાગદ્વેષનાં કારણોથી ચેતતા રહેશે તે જ સંયમ સાધો બંને ભવ સફળ કરી મુક્તિપદ પામશે, એવી દ્રાક્ષ શેલડી અમૃત ને સાકરથી પણ મીઠી શીખામણ ગ્રન્થકાર કવિએ આ લેકમાં આપી છે. - અહિં મુનિશ્વરોના નિર્મળ વિવેકને એટલે સાર અસારની વહેંચણને એટલે શું કૃત્ય? શું અકુય? શું ભક્ષ્ય? શું અભક્ષ્ય? શું તજવા ગ્ય? શું આદરવા યોગ્ય ને શું જાણવા મેગ્ય? એ સર્વ જાણવા રૂપ નિર્મળ વિવેકને