Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
[ શ્રી વિજયસૂરિકૃતકથી કરે. અહીં વિધિ દષ્ટાંત એ છે કે તામલિ તાપસે ૬૦ હજાર વર્ષો સુધી આકરે તપ કર્યો. પરંતુ શ્રદ્ધા સહિત જ્ઞાન અને વિવેકની ખામીને લઈને મુક્તિમાં ન ગયે, માત્ર ઈશાન કલ્પને ઈન્દ્ર થયા. તામલિ તાપસે કરેલ તપના જેવા તપથી સાત જ્ઞાની તપસ્વીઓ મેક્ષે જાય. છતાં શ્રદ્ધાદિ રહિત તામલિ પિતે પણ મેલે ન ગયે. અને એવા વિવેકના અભાવે જે કર્મો ખપાવતાં નારકી ને કોડે વર્ષો જેટલે વખત લાગે તે જ કર્મો વિવેકી જીવ નવકારસી ઉપવાસ છઠ્ઠ જેવા અલ્પ તપથી એક મુહૂર્તાદિમાં ખપાવે છે.
તથા ભોજન કરવામાં બે ઘડીને ટાઈમ ગણતાં હંમેશાં એકાસણું કરનારને મહિનામાં ૨૯ ઉપવાસને લાભ થાય છે. રાત્રે ચઉવિહાર માત્ર કરનારને મહિને ૧૫ ઉપવાસને લાભ થાય છે. માટે જ દુર્લભ મનુષ્ય ભવને સફળ કરવાના ઈરાદાવાળા ઉત્તમ મુનિએ તપશ્ચર્યાથી ખેદ પામતા નથી, અને જેમ વૈર્યરત્ન જડેલી (નીલમની) થાળીમાં સુખડનાં લાકડાં સળગાવી તલને ખળ રાંધનાર મનુષ્ય મૂર્ખ (નિભંગી) ગણાય, વળી આકડે વાવવાને માટે સોનાના હળથી જમીન ખેડનાર માણસ પણ મૂર્ખ ગણાય અને કેદરાના ખેતરને બચાવવા કપૂરના છોડવા કાપી વાડ કરનરે માણસ પણ મૂર્ખ ગણાય, તેમ કર્મભૂમિ આદિ આત્મ હિતકર ઉત્તમ સાધનને પામીને પણ જે તપ ન કરે છે તે પણ નિર્ભાગી જ ગણાય, એવા ઈરાદાથી પણ મુનિવરે તપ કરવાથી કંટાળતા નથી. એવા પવિત્ર મુનિઓની આગળ એક બાજુ રત્નને ઢગલે હોય ને બીજી