________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
दुष्टानां निग्रहासक्तः, शिष्टानां परिपालकः ।
कोशदण्डसमृद्धश्च, तेनासौ गीयते नृपः ।।९।। શ્લોકાર્ચ -
તે કારણથી દુષ્ટોના નિગ્રહમાં આસક્ત, શિષ્ટોનો પરિપાલક અને કોશદંડથી સમૃદ્ધ આ રાજા કહેવાય છે. IIII. ભાવાર્થ :
ચિત્તસૌંદર્ય નગરમાં શુભ પરિણામ નામનો રાજા છે એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જેઓનું ચિત્ત તત્ત્વને જોવાને અભિમુખ સુંદર પરિણામવાળું છે તે જીવોને સદા શુભપરિણામ વર્તે છે. અને તે શુભ પરિણામ જ તે જીવોને સદા સુખનું કારણ બને છે. ફક્ત ચિત્તસૌંદર્ય પ્રથમ પ્રગટે છે અને તે ચિત્તસૌંદર્યને કારણે જીવો પોતાના હિતને અનુકૂળ જે માર્ગાનુસારી શુભ પરિણામો કરે છે તે શુભ પરિણામ નામનો રાજા છે. અને જેમ રાજા પ્રજાનું પાલન કરે છે તેમ આત્મામાં પ્રગટ થયેલો શુભ પરિણામ હંમેશાં ચિત્તના સંતાપને દૂર કરે છે.
જ્યારે જ્યારે આત્મહિતને અનુકૂળ જીવમાં શુભપરિણામ વર્તે છે, ત્યારે ત્યારે તે જીવને આનંદ થાય છે અને તે શુભ પરિણામ જ જીવને સંદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે. આથી જ ધીરપુરુષો શુભપરિણામ જીવનો હિતકારી છે તેમ કહે છે. વળી આત્મામાં વર્તતા રાગાદિભાવો કામ, ઈર્ષ્યા આદિભાવો જે દુ:ખના હેતુઓ છે, તે રાગાદિ ભાવોનો શુભપરિણામ હંમેશાં નાશ કરે છે. આથી જ શુભપરિણામવાળા જીવો સદનુષ્ઠાનને દઢ યત્નપૂર્વક સેવે છે કે જેથી તેઓના રાગ, દ્વેષ, મહામોહ આદિભાવો અને કામ, ઈર્ષ્યાઆદિ ભાવો સતત ક્ષીણ-ક્ષીણતર થાય છે. વળી, શુભપરિણામવાળા જીવો હંમેશાં સશાસ્ત્રનો અભ્યાસ કરે છે, વૈરાગ્યથી આત્માને વાસિત કરે છે, હંમેશાંના સંતોષ સુખને અનુભવનારા હોય છે, ત્યાગ, સૌજન્ય આદિને ધારણ કરનારા હોય છે અને અન્ય પણ આફ્લાદને કરનારા શિષ્ટ સંમત સર્વ ગુણોને સતત પુષ્ટ પુષ્ટતર કરે છે. વળી, શુભપરિણામવાળા જીવોમાં નિર્મળબુદ્ધિ, આત્મકલ્યાણને અનુકૂળ ધૃતિ, ઉચિત કૃત્યોનું સ્મરણ, સંવેગનો પરિણામ, પ્રશમ વગેરે ગુણો સતત વધે છે. વળી તે શુભ પરિણામવાળા જીવો સ્વશક્તિ અનુસાર શીલાંગોનું પાલન કરીને આત્માને ગુણસમૃદ્ધિથી સમૃદ્ધ કરે છે. તેથી શુભ પરિણામ હંમેશાં દુષ્ટભાવોને નિગ્રહ કરે છે, સુંદર ભાવોનું પરિપાલન કરે છે અને કોશદંડથી સમૃદ્ધ હોય છે.
निष्प्रकम्पता महादेवी तस्य च शुभपरिणामस्य राज्ञो गृहीतजयपताका शरीरसौन्दर्येण, विनिर्जितभुवनत्रया कलाकलापकौशलेन, अपहसितरतिविभ्रमा विलासविस्तरेण, अधरितारुन्धतीमाहात्म्यातिशया निजपतिभक्तितया, निष्प्रकम्पता नाम महादेवी