________________
ધર્મસાગરને ખામણા કરાવ્યા પણ સિંહવિમળને કરાવ્યા નહિ એટલે સંઘની અને ધર્મસાગરની વિનતિથી તેમને પણ ખામણા કરાવ્યા. પછી વાજતેગાજતે દેરાસર પધાર્યા અને તે દિવસે પુષ્ય નક્ષત્ર જાણી શ્રીપૂ ધર્મસાગર, હીરહર્ષ તેમજ રાજવિમળને ઉપાધ્યાય પદવી આપી.
બાદ સંઘની વિનતિથી કોઈને આચાર્યપદ આપવાને પ્રશ્ન શ્રીપૂજ્યજી પાસે આવ્યો ત્યારે તેમણે ઉપાધ્યાય ધર્મસાગરની સલાહ માગી. ધર્મસાગરે હરહર્ષ(હીરવિજયસૂરિ)નું નામ સૂચવ્યું એટલે રાજવિમળને ધર્મસાગર પ્રતિ રોષ ઉપજે. શ્રીપૂજ્યને પ્રેમ રાજવિમળ પર હતું પરંતુ ધર્મસાગરની સલાહથી હરહર્ષને શીરોહીમાં આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યું.
એકદા બહેળા કુટુંબ પરિવારવાળો વડીસાલને શ્રાવક ધનજી મનજી શ્રીપૂજ્ય, વિજયહીરસૂરિ તથા ઉપા. ધર્મસાગર પાસે આવી બેઠે ને પ્રશ્ન કર્યો કે
શ્રી જિનમંદિરમાં સત્તર ભેદે પૂજા કરતા વચમાં જે સંગીત (પૂજા) ગાઈએ છીએ તેમાં તીર્થંકરની આશાતના નથી થતી ? ગુરુ કરતાં તીર્થકર મોટા છે અને તેથી ગૌણ પાત્ર ગુરુને વાંદવાથી તેમની આશાતના ન થાય ?' આ પ્રશ્ન સાંભળી ઉપા) શ્રી ધર્મસાગરે તેને પૂછયું કે-“આ તમારો સંદેહ તમારા ગુરુએ ભાંગ્યો કે નહિ?” ત્યારે ધનજીએ કહ્યું કે “મારા ગુરુએ શાસ્ત્રાનુસારે કંઈ પણ જવાબ ન દીધે. વળી ઘણું પિશાલમાં જઈ આવ્યા પણ કેઈએ શંકા દૂર ન કરી ત્યારે તમારી પાસે આવ્યા છું.બાદ ઉપાધ્યાયશ્રીએ પૂછ્યું કે “તમે જિનમંદિરમાં ગુરુને વાંદે, પૂજે કે સ્તવે ખરા? ત્યારે તેણે ના કહી એટલે “ગાવંત રેવ સાદ”ને પાઠ બતાવી ઉપાધ્યાયશ્રીએ જણાવ્યું કે-“ તમે તે ના કહે છે પણ ઉપરોક્ત સૂત્ર દ્વારા નમસ્કાર તે કરે છે.” પછી સ્પષ્ટ રીતે સમજાવવાથી તે શ્રાવક ધનજી ધર્મસાગરજીને પરમ રાગી બન્યો અને પોસાલને ત્યાગ કરી ઉપાશ્રયે આવવા લાગ્યા.
એક વાર શ્રી વિજયદાનસૂરિ પાસે કેઈએક કડવામતીને શ્રાવક આવ્યું અને કહેવા લાગે કે-જે યતિ હોય તે તે સ્મશાનભૂમિ, ઉદ્યાન અથવા તે શૂન્ય ઘરમાં રહે, પરંતુ વસતીના મધ્ય ભાગમાં ન વસે.” એ સાંભળી પાસે બેઠેલા ધર્મસાગરજીએ કહ્યું કે હે દેવાનુપ્રિય ! યતિને બારણા વિગેરે હોય તેવા સ્થાનમાં રહેવાનું આગમમાં ફરમાન કર્યું છે.” ત્યારે તે શ્રાવક બેલ્યો કે- જે તે પાઠ હોય તે દેખાડો. તે પાઠ મળશે તે હું મારું મંતવ્ય ફેરવીશ.” એટલે ઉપાધ્યાયજીએ જ્ઞાતાધર્મકથાસૂત્રમાંથી મેઘકુમારને વૃત્તાંત બતાવ્યું. તેમાં મેઘકુમારે બારણા પાસે સંથારો કર્યાનું લખાણ હતું. બાદ ઉપાધ્યાયજીએ તેને સમજાવ્યું કે જો યતિઓએ અરણ્યમાં જ રહેવાનું ફરમાન હોય તે બારણું કયાંથી સંભવી શકે? આવા આગમપાઠથી કડવામતી શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org