________________
: ૨૦:
બીજા ગર--મતો વાંધાવાળા છે એમ પ્રતિપાદન કરવા માટે તવતરંગિણી, પ્રવચનપરીક્ષા અને કુમતિમતમુદ્દાલ જેવા ગ્રંથની રચના કરી. વિ. સં. ૧૬૧૭ માં “અભયદેવસૂરિ ખરતરગચછના ન હતા ” એ સંબંધમાં પ્રબળ ને પ્રખર વાદ કરી પિતાનો પક્ષ મજબૂત કર્યો હતો. આ ચર્ચા પછી તેમના પ્રત્યે પ્રગટ રીતે વિરોધ વધી પડ્યો અને ખળભળી ઊઠેલ વાતાવરણને શાન કરવા ગચ્છનાયક શ્રી વિજયદાનસૂરિને યોગ્ય પગલાં લેવાં પડ્યાં. - આધુનિક સમયે વિદ્વાન વર્ગ ખંડન-મંડનની દલીલો પ્રત્યે વધુ રસ ધરાવતે નથી તેમજ આવી દષ્ટિએ થયેલ ગ્રંથ-રચનાની કિંમત પણ નજીવી ગણે છે, પરંતુ તાત્વિક દષ્ટિએ તપાસ કરવામાં આવે તે આપને ખરેખર સમજાશે કે કેટલીક વખતે ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી જેવી પ્રકૃતિવાળા પુરુષો અને તેમના વિચારે પિતાની આજ્ઞાને અને જનસમાજને વિશેષ અનુકૂળ થઈ પડ્યા છે. પાશ્ચિમાત્ય પ્રજાના સહચાર અને સંસર્ગથી આપણામાંથી ધર્માભિમાન ઓસરતું ગયું છે અને તેને પરિણામે આપણે લાગણીશૂન્ય અને ધર્માભિમાન વિનાના બન્યા છીએ.
ઉપા. શ્રી ધર્મસાગરજી જાતે સવાલ હતા અને લાડોલ તેમનું નિવાસસ્થાન હતું. તેમણે પિતાના મોસાળ મહેસાણામાં વિ. સં. ૧૫૫માં સોળ વર્ષની વયે પવિત્ર ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી. શ્રી વિજયદાનસૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યા બાદ શ્રી વિજયહીરસૂરિજીની સાથે ન્યાયને અભ્યાસ કરવા દેવગિરિ ગયા હતા. તેમની પ્રજ્ઞા અતિ પ્રકૃષ્ટ હતી તેથી ધીમે ધીમે આગળ વધી તેમણે સ્વગુરુ પાસેથી ઉપાધ્યાય પદવી પ્રાપ્ત કરી હતી. તેમના જીવનને કડિબદ્ધ ઈતિહાસ મળતો નથી પરતુ “ ખરતર તપા ચર્ચા” નામની એક ત્રુટક પ્રતને આધારે કેટલાક જીવનપ્રસંગે અહીં આલેખવામાં આવે છે.
પંન્યાસ હરિહર્ષ અને પં. રાજવિમળ ગણિએ આવીને શ્રીપૂજ્યને વાંદ્યા ત્યારે તેમણે પૂછ્યું કે “ધર્મ સાગર કેમ આવ્યા નથી ?” પં. રાજવિમળે કહ્યું કે “પાછળથી આવશે. આ પ્રમાણે સાંભળી હીરહર્ષે કાગળ લખીને ધર્મસાગરને તેડાવ્યા. ધર્મસાગર વિહાર શરૂ કરી નાડલાઈથી પાંચ ગાઉ છેટે નાવી પહોંચ્યા. પં. ધર્મસાગર અને પં. સિંહવિમળ આગળ ચાલ્યા ત્યારે એક દુર્ગા બોલી. તેને શુભ શુકન માની બંને પંડિતો આગળ વધ્યા તેવામાં એક ભિલ્લ બોલ્યા કે “હે સંતપુરુષ ! આ દુર્ગા એમ કહે છે કે જે મોટો યતિ-સાધુ છે તેને ગુરુ મોટી પદવી આપી નવાજશે અને જે નાને છે તેનો તિરસ્કાર કરશે. આ પ્રમાણે સાંભળી તેઓ બંનેએ વિહાર ચાલુ રાખ્યો અને નાડલાઈ આવી શ્રીપુજ્યને વાંદ્યા. બાદ તેઓ બંને ખામણા કરવા ઊભા થયા ત્યારે
આત્માનંદ પ્રકાશ, પુ. ૧૫મું. કાર્તિક માસના ચોથા અંકમાં પ્રગટ થયેલ છે. તેના સંપાદક શ્રી જિનવિજયજી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org