________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના,
વહાલા વાંચક,
પ્રત્યેક વ્યક્તિને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવવા માટે યથાબુદ્ધિ-શક્તિ-અનુસાર શ્રેષ્ઠ કાર્યો કરવાની અભિલાષા ઉદ્દભવ્યાજ કરે છે. તે જ પ્રમાણે મેં પણ આ લઘુ પુસ્તક બહાર પાડવાનો પ્રયાસ કર્યો છે.
આ નાની સરલ ભાષાવાળી પુસ્તકમાં કયા દેશમાં કયું તીર્થ આવેલું છે તથા તેના મૂળ નાયકનું શું નામ છે અને કયા સંવતમાં કેને ઉપદેશથી કોણે પ્રાચીન તીર્થોને જીર્ણોદ્ધાર અને નૂતન તીર્થો બનાવીને સદાને માટે અવિચલ યશોરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી છે ઇત્યાદિ તથા કાઠીઆવાડ, ગુજરાત, વઢીયાર આદિ પ્રદેશમાં આવેલાં પ્રાચીન અને અર્વાચીન
તીર્થોને સંક્ષિપ્તથી ઈતિહાસ લખવામાં આવ્યું છે, તથા સંવત્ ૧૯૮૧ના ચિત્ર વદ ૫ને માલવા રતલામથી સૂરિજી આદિ મુનિઓ વિખ્તાર કરી ગુજરાત આદિ દેશમાં પધાર્યા, પાલીતાણે ચોમાસું કર્યું અને ત્યાં ચોમાસું કવાથી શું શું ધાર્મિક કાર્યો થયાં, માસું ઉતર્યા બાદ ત્યાંથી આહાર (મારવાડ), નિવાસિની સુ શ્રાવિકા “તેજાબાઈએ” જુનાગઢ આદિ તિર્થોને સંઘ કાઢયે અને સંધ સાથે આચાર્ય શ્રી આદી મુનિએનું પધારવું થયું, અને ચાતુર્માસ બાદ સંઘ સાથે તેમજ સંઘથી અલગપણે ગુજરાત સાગ વિગેરે પ્રાન્તના વિહાર
For Private And Personal Use Only