________________ 026 ગ્રંથ અને ગ્રંથકાર :પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય મોક્ષરતિસૂરીશ્વરજી મહારાજા શ્રી સંઘમાં પ્રસિદ્ધ શ્રી પંચાશક ગ્રંથની અપ્રકાશિત પૂ.આચાર્ય શ્રીયશોભદ્રસૂરિવૃત્તિના પ્રકાશન પછી હવે એનો સરળ ભાવાનુવાદ પ્રકાશિત થઈ રહ્યો છે, તેથી એનો અભ્યાસ વધશે એવી પૂરી આશા છે. સમર્થ શાસ્ત્રકાર, સર્વજ્ઞ-વાણી-મર્મજ્ઞ, ગીતાર્યાગ્રણી પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.ના ગ્રંથોમાં વિષયોનું વૈવિધ્ય પણ છે, અને વિષયોનું સર્વાગીણ સ્પષ્ટીકરણ પણ છે, 1250 વર્ષો પછી આજે પણ જિનાગમોનાં રહસ્યો ઉકેલવા અને હેય-ઉપાદેયનો સુરેખ વિવેક કેળવવા હજારો કલ્યાણકામી વિદ્વાનો એમના ગ્રંથોને પ્રાથમિકતા આપે છે, આ બતાવે છે કે એમનું ચિંતન કેટલું કાળજી અને વ્યાપક સ્તરે ઉપયોગી છે.... સમકાલીન સમસ્યાઓનું સમાધાન તો કોઈ પણ વિદ્વાન શોધી આપે, પણ એમણે તો ભવિષ્યકાલીન ભૂલભુલામણીને જાણે અગાઉથી જાણી લીધેલી અને એમાંથી નીકળવાના રસ્તા ખુલ્લા મુકી દીધેલા. ઉપમિતિકાર શ્રી સિદ્ધર્ષિ ગણિવરે તો લખ્યું જ છે ને, મનાત્ત પરિઝાય..... યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગશતક, યોગબિન્દુ, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, અષ્ટક પ્રકરણ, જેવા એમના ગ્રંથોમાં સારસંચય શૈલી અને દાર્શનિક ચર્ચા જોવા મળે છે, જ્યારે આ પંચાશક ગ્રંથમાં મુખ્યત્વે આચારમાર્ગનું વર્ણન મળે છે અને એ પણ કંઈક વિસ્તારપૂર્વક.... એમની દાર્શનિક પ્રતિભાથી અંજાયેલા વિદ્વાનો જ્યારે એમની ‘સમરાઈચ કહા' જેવી રસાળ, ભાવવાહી અને હૃદયસ્પર્શી રચના જુએ છે તો આશ્ચર્યચક્તિ થઈ જાય છે. માની નથી શકતા તેઓ, કે કોઈ તર્ક-કર્કશ વિદ્વાન આટલી મૃદુ કોમલ કથા પણ લખી શકે છે. ઉપલબ્ધ ગ્રંથોની ગુણવત્તા અને બે આંકડામાં સમેટાઈ જતી સંખ્યા તરફ નજર માંડીએ ત્યારે ઈતિહાસપ્રસિદ્ધ 1444 નો આંકડો એક તરફ મનને પ્રભાવિત કરી દે છે તો બીજી તરફ હૃદયને ખિન્ન કરી મુકે છે. મનુસદ્ધસેન વવ: એવું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી લખે છે. આપણે જો એવું કહીશું કે મનુમિદ્રપ્રસ્થRI: I અર્થાત્ ગ્રંથકારોમાં સૌથી આગળ પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. છે. ! તો લગભગ ખોટા નહીં પડીએ. શ્રી પંચાશક સટીક ગ્રંથના અનુવાદનું આ શ્રમસાધ્ય, અભ્યાસપૂર્ણ વિરાટ કાર્ય એક વિદુષી સાધ્વીજી ભગવંતે કર્યું છે. એમની નિઃસ્પૃહતાને શત-શત વંદન, કે એમણે પોતાનું નામ પ્રગટ કરવાની ના પાડી છે. વિદ્વદ્વર્ય ગણિવર્ય શ્રી ધર્મરત્નવિજયજીને ગ્રંથના સંશોધનમાં વ્યસ્ત રહેવું જેટલું ગમે છે, એટલું જ એમને પોતાના હૃદય-મનના સંશોધનમાં મસ્ત રહેવું ગમે છે. પ્રાચીન ગ્રંથો અને પોતાનો આત્મા, બંનેની શુદ્ધિ માટેના અથાક પ્રયત્નો એમના જીવનમાં સમાંતરે ચાલી રહ્યા છે. આશા છે, અભ્યાસુ વર્ગ આ પુસ્તકના ઉપયોગ દ્વારા ગ્રંથકાર, વૃત્તિકાર, ભાવાનુવાદકાર અને સંપાદકનો શ્રમ સવિશેષ સાર્થક કરશે. વિજય મોક્ષરતિસૂરિ વિ.સં.૨૦૭૫ વૈ.વ.૫, મુલુંડ-મુંબઈ