Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
મીરાતે એહમદીર
છે અથવા
આજે ગુજરાતના ઈતિહાસ.
ગુર્જર દેશના રાજ્યની સ્થાપના અને પાટણ શહેર વસાવવાની બીના.
દોહરે. કોણે પાયે નાખ્યા ? કોણે ચાગી દીવાલ; કાણું આવીને ભગવે, સઘળે જહોજલાલ. એહમદશાહે પાયે ર, અકબરે કરી દીવાલ; એ ઘરમાં આવી વસ્યા, અંગ્રેજો મહીપાલ. ચક્ર ફરે છે કાળને, દેટે ચઢે કપાય;
બુદ્ધિથી રચના રચી, ચાલ્યા નહીં ઉપાય. એવું કહે છે કે પહેલાંના વખતમાં ગુજરાત દેશ રાજપુતે અને કેલીઓના ભોગવટામાં હતો અને દરેક પિતા પોતાની જગ્યાએ સત્યાધારી હતો, તેઓ એક બીજાની તાબેદારી નહોતા કરતા તેમ કોઈને હુકમ પણ માન્ય નહોતા કરતા, પરંતુ વર્ષો વર્ષ કનૌજને રાજા ભૌરદૈવ કે જે, તે વખતે હીંદુસ્તાનના બધા રાજાઓમાં ઘણો જેરાવર રાજા હતો; તેનું લશ્કર આ તરફ આવતું હતું અને પેશકશી (ખંડણ) માં કઈ વસ્તુ લઇને જતા હતા. મજકુર રાજાએ સામતસીંગ નામના ગુલામને કૃતજ્ઞતા અને ખટપટને લીધે મારી નાખી ખેદાન મેદાન કરી નાખ્યો હતો, તેની સ્ત્રી ગભ..