________________
(૧૨)
મહાવીર અને શ્રેણિક. વિશાળાપતિના દરબારમાંથી દૂત રાજગૃહ તરફ ચાલ્યા ગયે. તેણે મહારાજ શ્રેણિકને સર્વે સમાચાર કહી સંભળાવ્યા.
આશાભંગ થયેલ શ્રેણિક નરપતિ મનમાં અતિ ઉદાસ થયા. કઈ રીતે કાર્યની સિદ્ધિ કરવી તે માટે વિચાર કરવા લાગ્યા; કેમકે સત્તા, ઐશ્વર્ય અને વૈભવમાં પોતાના કરતાં વિશાળાપતિ અધિક સમર્થ હતું તે શ્રેણિક મહારાજ સારી રીતે સમજતા હતા, જેથી એમની સાથે યુદ્ધમાં ઉતરવું એ પોતાને હાથે પોતાનો વિનાશ નોતરવા જેવું હતું. અનેક વિચારને પરિણામે પણ જ્યારે ગ્ય ઉપાય જડ્યો નહી, જેથી એમનું ચિત્ત ખિન્ન રહેવા લાગ્યું. ઇચ્છિત વસ્તુ મેળવવામાં જ્યારે મનુષ્ય નાસીપાસ થાય છે ત્યારે એ હતાશ મનુષ્યની સ્થિતિ ઘણી કટ્ટેડ થાય છે. તેમાંય પ્રાણીએને સંસારમાં જીવનની, સ્ત્રીની અને લક્ષમીની આકાંક્ષા તીવ્ર હોય છે. એ સિત મેળવવા જતાં જ્યારે ઠોકર ખાઈ પાછો પડે છે ત્યારે એ એવે તે હતાશ, ભગ્નાશ થાય છે કે એ તો આપ-અનુભવીઓ જ સારી રીતે સમજી શકે છે. એ સ્થિતિની કલ્પના તે અનુભવ વગર ન જ સમજાય.
મગધરાજને ચિંતાતુર જાણ મહામંત્રી અભયકુમારે એક દિવસ પિતાને તેનું કારણ પૂછયું. પિતાએ જે વસ્તુસ્થિતિ હતી તે સવિસ્તર કહી સંભળાવી.
અભયકુમારે પિતાના મનને શાંત કરી આશ્વાસન આપ્યું. બાપુ! શા માટે વ્યર્થ ખેદ કરે છે ? જે કાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com