________________
બદલો.
(૧૧) તારૂં વાચાળપણું રહેવા દે. એ વાહીકુળના શ્રેણિકને હું મારી કન્યા આપીશ નહિ જા, સ્પષ્ટ શબ્દોમાં તારા સ્વામીને કહે.”
“મહારાજ ! મગધરાજ શ્રેણિક પણ ઉત્તમ કુળના છે. આપ જેમ જૈનધર્મી શ્રાવક છે તેવી જ રીતે તેમના પિતા પ્રસેનજીત રાજા પણ ધમી શ્રાવક હતા અને તેઓ પણ છે. ધમેં, લક્ષમીએ, સત્તાઓ અને ઠકુરાઈએ તેઓ આપ સમાન છે તો એવા સમાનશીલમાં કન્યા આપવાથી આપની કીર્તિમાં વૃદ્ધિ થશે. આજે જેમના ચરણમાં સમસ્ત મગધનું ઐશ્વર્ય, રાજ્યલક્ષ્મી ઝૂકી રહ્યાં છે, એમનાં બળ, પરાક્રમ બીજના ચંદ્રની માફક વૃદ્ધિ પામી રહ્યાં છે. આવી અણમલ તકે નરેદ્ર! વારંવાર કાંઈ આવતી નથી. મહત્વના પ્રસંગે તે જીવનભરમાં કવચિત્ જ આવે છે.” તે પિતાની વાણીનું ચાતુર્ય દર્શાવ્યું. સ્વામીનું કાર્ય ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ સિદ્ધ કરવું તે એમનું લક્ષ્ય હોય છે.
બસ કર, તારા સ્વામીને મારે સંદેશે સંભળાવવા અહીંથી જીવતે ચાલી જા. તે કેવા કુળને ને કે છે. તે તારી પાસેથી સાંભળવાની મારે જરૂર નથી. તારી વાગુજાળ બંધ કર.”
શું આપને આ જ જવાબ છે?” તે પૂછયું. “હા, એજ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com