________________
(૧૦)
મહાવીર અને શ્રેણિક.
પ્રમાણે ચૂકવી. શ્રેણિક નરપતિને આશીર્વાદ આપી પોતાના આશ્રમે ચાલી ગઈ. બીજી તરફ શ્રેણિક નરપતિએ પિતાના એક વાચાળ દૂતને વિશાળા તરફ ચેટક નરપતિના દરબા૨માં મોકલ્ય.
વિશાળાનગરીના વિશાળ રાજગઢમાં સિંહાસનારૂઢ થયેલા ચેટક મહારાજની રાજસભામાં આવીને શ્રેણિક મહારાજનો દૂત નપે. “મહારાજ ! અમારા મગધરાજ મહારાજ શ્રેણિક આપની રાજકુમારી સુજેષ્ઠાની માગણી કરે છે. કન્યાન, એ તે આપ સારી રીતે જાણે છે કે આખરે પરાયુ છે, તે અમારા સ્વામીને કન્યા આપવાથી આપની શોભામાં વધારો થશે. સુવર્ણમાં સુગંધ મળશે.”
- દૂતનાં વચન સાંભળી ચેટક મહારાજ બ્રકૃટિ ચઢાવતાં બોલ્યા, “રે વાચાળ ! તું બેલવામાં ચાલાક જણાય છે પણ તારે સ્વામી પિતાની જાતને ભૂલી જાય છે. કાગની કેટમાં ખેતીની શોભા હોઈ શકે જ નહિ. પિતે વાહીકુળને થઈ હૈહયવંશની કન્યા યાચતાં શરમાતું નથી અથવા તે ભિખારીઓને ભિક્ષાની યાચના કરતાં લજા ક્યાંથી હોય?”
આપ મહારાજ એવા શબ્દ બેલે એ તે અયુક્ત કહેવાય. કન્યાની યાચના કરવાથી કાંઈ ભિખારીપણું આવી જતું નથી. મોટા માણસો ઈચ્છિત વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે એથી એમને ભિખારી કેમ કહેવાય?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com