________________
૧૨
જરૂર થાણા તીર્થોધ્ધાર ગ્રંથમાળાના પ્રકાશનોને સ્થાન આપશો
શ્રી થાણું નવપદજી જીનાલયમાં શરૂઆતથી આજ સુધીમાં ડિઝાઈન કામ તેમજ રંગકામ આટસ્ટ શ્રી ગોપાળરાવ બાળકૃષ્ણ દુશાણેએ અમારી સાથે રહી સહકારથી ઘણું જ ઉંચ કેરીનું બનાવ્યું છે. જેના માટે અમે તેમને ધન્યવાદ આપીએ છીએ અને જૈન જગતને તેમના માટે ભલામણ કરીએ છીએ.
આપને જ્યારે જીનાલય અથવા અન્ય ધાર્મિક સ્થળો માટે ચિત્રપટે અથવા તીર્થપના કેતરકામ અથવા રંગકામના ચિત્રોની આવશ્યકતા જણાય અને તેમાં આપ ગુચવાતા હો ત્યારે, અવશ્ય અમોને માત્ર એકજ કાર્ડથી વિગત મોકલાવશો ને અમે આપને માર્ગદશક બનીશું. તેમજ અમારા હાથ નીચે બાર વર્ષમાં કામ કરી ગએલ કળાત્મક કામ કરનાર કારીગર, સોમપુરાઓના તેમજ આટસ્ટના નામે ઠામ ઠેકાણું સ થે પુરા પાડીશું
છતાં આપને આવા કળાત્મક ચિત્રનાં કાતર કામ અને બાંધકામ માટે સમપુરના મિસ્ત્રી નાનાલાલ ઈચ્છારામ વઢવાણવાસીની ખાસ ભલામણ કરીએ છીએ. તેમજ કળાતમક ચિત્રકામ અને રંગકામ માટે ગોપાળરાવ બાળકૃષ્ણ દુષાણેની પણ ખાસ ભલામણ કરીએ છીએ, કે જેમના સહકારે થાણું નવપદજી જીનાલય આદર્શ સાહિત્ય મંદીર બનેલ છે.