________________
(૩૧) ' એટલે—“અરે ! એકલે છું, સહાય વિનાને છું, શરીરે દુબળ જે છું અને મારે પરિવાર પણ નથી” આવી જાતની ચિંતા સિંહને સ્વપ્નમાં પણ થતી નથી.
જેને સત્ત્વની સહાયતા છે, તે બીજાની સહાયતાને ઈચ્છતે નથી. પોતાના એક માત્ર સત્ત્વની સહાયતાથી આજે મતિસાગર મંત્રી ભયંકર મહા અટવી અને દુર્ગમ ડુંગરમાં ભટકે છે. તેની પાસે કશું સાધન નથી. હાથમાં હથીયાર નથી, શરીર કીંમતી વસ્ત્રો કે અલંકારે નથી, દાસ દાસી કે પરિજન નથી, રથ અધ કે પાયદળ નથી, તે પિતેજ એક પગે ચાલનાર પ્રવાસીની જેમ આમ તેમ આથડે છે. પિતે ક્યાં ચાલ્યા જાય છે, તેનું પણ જેને કંઈ ભાન નથી. માત્ર આગળ આગળ ચાલ્યા જવું–એજ તેનું અત્યારે લક્ષ્ય છે. સવારથી બપોર સુધી અવિછિન્નપણે ચાલતાં તે અત્યારે એક ઘર અરણ્યમાં આવી ચડયે છે. સત્વની એક માત્ર સહાયથી તેણે આજે મહાભારતે કામ ઉપાડ્યું છે. કેઈની સહાય ન હોય, છતાં તે પાછો હઠે તેમ નથી.
બપેર થતાં સૂર્યના તાપથી અને સતતું ચાલવાથી મંત્રી કઈક શ્રમિત થયા, તેણે નિજ રણના જળથી સ્નાન કરી, ફળાદિ કથી ક્ષુધા શાંત કરીને એક સહકાર વૃક્ષ નીચે જમીનપર શયન કર્યું. જેણે જન્મથી કઈ વાર સૂર્યને તાપ સહન કર્યો નથી, સુધા તૃષાની વેદનાને જેને અનુભવ નથી, એકાકી જેણે કોઈવાર પ્રવાસ કર્યો નથી, તે મંત્રી આજે પગે ચાલતાં થાક્યો પાક ધરણી પર ઢળી પડે છે તેને કોઈ સુખપ્રન પુછનાર નથી. ઘડીભર વિશ્રાંતિ લીધા પછી તે આગળ ચાલ્યા, માર્ગની તેને ગમ ન હતી. ક રસ્તે ક્યાં જવાનું છે, તેની માહિતી કેણુ આપે ? નિર્જન વનમાં સર્વત્ર શૂન્યકારજ માલુમ પડતા. માત્ર વિરલા પક્ષીઓ આમ તેમ ઉડતા, શીયાળવા દોડતા દેખાતા, વાઘ કે વરૂને અવાજ કાને અથડાતે અને કઈ કઈ જગે નિર્ભય થઈને સુતેલા સિંહ જોવામાં આવતા હતા. આવા વિકટ વનમાંથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org