________________
( ૨૫૮ )
મંત્રીની ઓળખાણ આપીને મારા પ્રાણનાથ સિવાય મને કાણુ ખેલાવે ? માટે મારા સદભાગ્યે પ્રિયતમ પધાર્યા છે. તા તેમને ભેટીને મારા વિચેાગાનલ શાંત કરૂં.'
એમ ચિંતવીને તેણે શાસનદેવીનું સ્મરણ કર્યું, એટલે મંદિરના દ્વાર તરત ખુલ્લા થયા સતી બહાર આવી અને લાંબા વખતે અચાનક પધારેલા પતિને પગે પડીને પ્રમેાદ પામી. તેની આંખમાં હર્ષાશ્રુ ભરાઈ આવ્યાં આ બનાવ જોતાં રાજા તથા પ્રેક્ષકા બધા સ્માશ્ચર્યચકિત થયા. એમ બીજા મંદિરના અને ત્રીજાના દ્વાર નામ પૂર્વક એળખાણુ માપીને ઉઘડાવ્યાં. સૌભાગ્ય સુદરી અને રાજકુમારી પતિના પગે પડીને આનંદ પામી. અણધાર્યા સયાગ જોઇને બધા પ્રમાદ પામ્યા. પછી ત્રણે રમણીઓ સહિત મંત્રી રાજાએ આપેલ મહેલમાં આનંદ પૂર્વક રહ્યો.
રાજાએ મંત્રીને સાથે સત્કાર કર્યો અને કહેવરાવ્યું કે— ‘મારી પ્રતિજ્ઞા પ્રમાણે હું તમને મારી કન્યા સાથે આ રાજ્ય આપવા તૈયાર છું, માટે હવે વિલ ંબ ન કરતાં તેને સ્વીકાર કરી.’ ચ્યા કહેણ સાંભળતાં મતિસાગર મત્રીએ રાજા પાસે આવીને કહ્યુ Ý—‘રાજન્ ! મારી નાત જાત પુછ્યા વિના મને કન્યા આપવા તમે તત્પર થયા છે, એ આપની ઉતાવળ થાય છે. કન્યા જેવી સજીવન મુત્તિ કાઇ અજાણ્યા પ્રવાસીને સુપ્રત કરી દેવી, એ વિચાર વિનાનું કામ છે, માટે એ કન્યા કોઇ રાજવંશી કુમારને પરણાવા, તેા કન્યા વધારે સુખી થશે. વિચાર પૂર્વક કામ કરેલ હાય, તા પાછળથી પસ્તાવા કરવા ન પડે.’
મંત્રીના સ્પૃહા વિનાના વચન સાંભળતાં રાજા આશ્ચય પામ્યા. તે સ્વગત વિચારવા લાગ્યા કે મહા! એની કેટલી બધી નિ:સ્પૃહતા? એ ખરેખર! કોઇ કુલીનજ લાગે છે. ' आकृतिर्गुणान् कथयति '
આકૃતિ અંદરના ગુણેાને કહી બતાવે છે, એમ ચિંતવીને નરપતિએ તેને કહ્યું કે— હું મહાનુભાવ ! તમારી કુલીનતા તેા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org