________________
(૨૯) વિગેરે ઘણા ભાવિકજનો ધર્મ સાંભળવાને ઉત્સુક થઈ રહ્યા હતા. સા કેઈ ઉચિત સ્થાને બેઠા પછી કેવલી ભગવંતે ધમ દેશના આપવાનો પ્રારંભ કરતાં જણાવ્યું કે
હે ભવ્યાત્માઓ ! આ દુવાર સંસાર સાગરમાં મનુષ્યભવ તે એક રત્ન દ્વીપ તુલ્ય છે અર્થાત તે અતિદુર્લભ છે. કહ્યું છે કે
ચ કુમંgs, दुर्लभं स्वातिजं पयः । दुर्लभं मानुषं जन्म,
કુમ તેરશન” | એટલે–વટ (ડ) વૃક્ષમાં પુષ્પ દુર્લભ છે, સ્વાતિનક્ષત્રનું જળ દુર્લભ છે, દેવતાનું દર્શન દુર્લભ છે, તેમ મનુષ્ય જન્મ તે તે કરતાં પણ અતિશય દુર્લભ છે.
બીજી રત્નાદિક કીંમતી વસ્તુઓ કરતાં મનુષ્ય જન્મની એક ક્ષણ પણ કેટલી દુર્લભ છે, તેનો ખ્યાલ કાઈ કોઠાધિપતિ મરણ પથારીએ પડ્યા હોય, ત્યારે તે કરી શકે. કારણ કે
નર્ધારિત રત્નાનિ, लभ्यन्ते विभवैः सुखम् । दुर्लभी रत्नकोटयाऽपि,
એટલે-ઘણાં કીંમતી રત્નો પણ બહુ ધન આપતાં સુખે મેળવી શકાય છે, પરંતુ કોટિ રત્ન આપતાં પણ માનવ જન્મની એક ક્ષણ પણ મળવી દુર્લભ છે.
એ દુભ મનુષ્યભવ પામ્યા છતાં ધર્મના સાધન રૂપ ઉત્તમ ફળાદિની પ્રાપ્તિ ઉત્તરોત્તર દુર્લભ છે કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org