________________
(૩૫) હે શ્રાવકે ! આ લેકમાં શ્રાવક કર્તવ્ય બતાવેલ છે અને તે પ્રમાણે પ્રતિદિન વર્તવાથી શ્રાવક પિતાના જન્મને સફલ કરી શકે છે.
सत्त्वानुकम्पा शुभपात्रदानम् ।
गुणानुरागः श्रुतिरागमस्य,
नृजन्मवृक्षस्य फलान्यमुनि" ॥ એટલે -ત્રિકાલ જિનપૂજા, સદ્ગુરૂની સેવા, સર્વ પ્રાણીઓની અનુકંપા, સુપાત્રદાન, ગુણોમાં અનુરાગ અને શાસ્ત્ર શ્રવણ એ માનવ જન્મરૂપ વૃક્ષના મીઠાં ફળ છે, અર્થાત્ શ્રાવકે પ્રતિદિન આચરવાનાં એ કર્તવ્ય છે. - હે ભવ્યજનો ! એ પ્રમાણે જે ભવ્યાત્મા યથાશક્તિ ધર્મનું આરાધન કરે છે, તે સદ્ગતિને પામે છે અને જે પ્રમાદી થઈ ઇંદ્રિયોના વિષયમાં નિમગ્ન થઈ ધર્મ સામગ્રીને સફલ કરતો નથી, તે દુલભ બધી થઈ દીર્ઘ સંસારી થાય છે અને ઘણા કાલ જન્મ, મરણ, જરા, રેમ, વિપત્તિ, નરકાદિના વિકટ દુ:ખી ભોગવે છે. માટે ધર્મને આદર કરવામાં સાવધાન થાઓ અને મળેલ મઘા આ માનવદેહને સફળ કરે.
'
'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org