________________
પછી
છે. તેમાં પાની વાસનવિરલ
(૩૦૪). અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં અનંત કાળ એકેંદ્રિયમાં અવ્યકત અનેક દુ:ખ સહન કરતાં વ્યતીત કર્યો, વિગલેંદ્રિયમાં પણ દુ:ખની સીમા નથી, તિર્યંચ પંચેન્દ્રિય, નારકી, દેવતામાં પણ અનેક કષ્ટ વેઠયાં છતાં વિષયાદિકની લાલચે મધુબિંદુને માટે લટકતા પંથી જનની જેમ મૂછ ન ગઈ એટલે જન્મ મરણનાં દુ:ખો લાગ્યાંજ છે. તેમાં પણ માનવ ગતિમાં અનેક ધર્મના સાધને પ્રાપ્ત થાય છે, પણ વિષયની વાસના ઘણીવાર પ્રબળ વેગમાં આવીને જીવને મેહમૂઢ બનાવી દે છે. એવા વિરલા ભવ્યાત્માઓ હોય છે કે જેઓ દેવ, ગુરૂ અને ધર્મની ભાવનાને વધારી, અંતરના બંધનથી મુકત થઈને અપ કાળમાં મુકત વધુને વરે છે.
હે ધર્મ જિજ્ઞાસુઓ ! શાસ્ત્ર વચન શ્રવણ કર્યા છતાં તેને ક્રિયામાં મૂક્યા વિના કદાપિ કર્મ ક્ષીણ થઈ શકતા નથી. રસવતી બનાવવાનું બરાબર જ્ઞાન હોય, છતાં કિયા વિના રઈ તૈયાર ન થાય અને સુધા ન જાય.
દાન, શીલ, તપ અને ભાવ–એ સામાન્ય રીતે ધર્મના ચાર ભેદ જિનેશ્વરએ પ્રકાશ્યા છે, તેનું યથા શકિત આરાધન કરવાથી ગૃહસ્થ શ્રાવકે પિતાના દેશવિરત ધર્મને ફલિત બનાવી શકે છે. પોતે પરિગ્રહમાં હોવા છતાં તેની મૂછોને ત્યાગ કરી આત્મષ્ટિમાં લક્ષ્ય લગાવીને જે વર્તવામાં આવે, તે વ્યવહારમાં વર્તતાં છતાં શ્રાવક ઉંચ દશાને પામે છે. જેમ જેમ ભાવના સતેજ થતી જાય, તેમ તેમ અશુભ પુદ્ગલેને ક્ષીણ કરીને તે અધ્યાત્મ દશાને પામતો જાય છે. હંસ જેમ પિતાની ચંચથી ક્ષીર નીરની ભિન્નતા કરી ક્ષીર ગ્રહણ કરે છે અને પાણી તજી દે છે, તેમ ભવ્યાત્મા સુશ્રાવક વિવેકથી બરાબર વિચાર ચલાવી હેય-ઉપાદેયનું સ્વરૂપ સમજીને તેને ત્યાગ કરે છે અને ઉપાદેયને આદર કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org