________________
(૩૦૮) મિથ્યાત્વ વાસિત માણસ સારાસારના વિચારથી વર્જિત થાય છે, કદાગ્રહના કુપંથે ચાલી તેઓ પોતાના આત્માને ઉત્તરોત્તર નરકગામી બનાવે છે. કહ્યું છે કે –
રજવર વાય, रोगो ध्वान्त रिपु विषम् ।
_ अमिजन्म सहस्त्रेषु,
मिथ्यात्वम चिकित्सितम् "॥ ' એટલે—રોગ, અંધકાર, શત્રુ અને વિષ એ માત્ર એકજ જન્મને માટે દુઃખકારી થાય છે, પણ મિથ્યાત્વને જે પ્રતીકાર કરવામાં ન આવે, તે તે હજારો જન્મ પર્યત દુઃખના ખાડામાં ધકેલે છે. - પુરંદરને ખબર પડતાં સુંદરને બહુ સમજાવ્યો, પણ તેના અંતરમાં મિથ્યાત્વની વાસના ઓતપ્રોત થઇ ગઈ હતી, તેથી તેની હિત શિક્ષા કંઈ પણ કામ ન લાગી. છેવટે તેને મિથ્યાત્વમાં એવી તાલાવેલી લાગી કે–તેણે ગૃહ, વૈભવ, સુખ વિગેરે તજીને તાપસની દીક્ષા લીધી. જો કે તે કાયકષ્ટ બહુ કરતે, પણ તે બધું અજ્ઞાન અને મિથ્યાત્વથી વાસિત હતું અજ્ઞાનતાથી તે શરીરના અવયને દમ, રાત દિવસ ધુણી લગાવીને બેસતે, શરીરે ભસ્મ લગાવતો ફળાહાર કરતે માથે જટા રાખતે, ઉંચા મુખે અને બંને ભુજા ઉંચી કરીને તે પંચાગ્નિને સાત મૌન ધારણ કરવાથી તે મુખે બોલતો નહીં, નખ કેશને વધારત, કંદમૂળને આહાર કરતો, કાયાને કસતે છકાયને હણવામાં દયા લાવતો ન હતો શારીરિક શૌચને ધર્મ સમજતો, ઘણીવાર આ તપમાં ઉઘાડે શરીરે આતાપના લેતો, શિયાળામાં વસ્ત્રાદિવિના તે સખત ટાઢ સહન કરવામાં પાછો હઠતો ન હતો, કઈવાર વડની વડવાઇમાં લટક્તો, કોઈવાર શમશાનમાં રાત ગાળતાં કે ઇવાર માત્ર નદીના પાણીથી ચલાવી લેતો, કઈવર પ્રચું ધન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org