________________
(૩૧૦) વળી સત્સંગની પ્રશંસા કરતાં કહે છે કે
“સંસારવૃક્ષણ્ય, दे फले ह्यमृतोपमे । सुभाषितरसास्वादः,
સંતિક સુખને કને?” . એટલે–સંસાર રૂપ કટુ વૃક્ષના બે ફળ અમૃત સમાન બતાવેલ છે, જે ક સુભાષિત રસનો આસ્વાદ અને બીજું સજજન પુરૂષની સંગતિ.
સંગતનું વારંવાર ઘર્ષણ લાગવાથી હદયને અવશ્ય અસર થાય છે. એટલા માટે સત્સંગ કરવામાં મેટે લાભ બતાવેલ છે તે વિના હદયની અંધતા ટળતી નથી. શાસ્ત્રકાર કહે છે કે –
" एकं हि चक्षुरमलं सहजो विवेकस्तद्वद्भिरेव सह संवसतिदितीयम् । एतद्वयं भुविन यस्य सतत्वतोऽन्धस्तस्यापमार्गचलने खलुकोऽपराधः " ॥
સહજ વિવેક એ પ્રથમ નિર્મલ ચક્ષુ છે અને તે વિવેકવંતની સાથે સંગતિ–સહવાસ તે બીજું નિર્મલ નેત્ર છે, દુનીયામ એ બે નેત્ર જે મનુષ્યને નથી, તે ખરી રીતે અંધજ છે અને તે માર્ગે ચાલે, તેમાં તેને અપરાધ પણ શે ? કારણ કે અજ્ઞાનને લીધે તે ગમે તેવા અધમ આચરણ આચરે છે.
વળી સજજન સંગ એ એક વિસામાનું સ્થાન છે. સંસારમાં અનેક વિટ બનાઓ વહોરવી પડે છે, તેવા પ્રસંગે સત્સંગ મળે તો જરૂર હાથને ધીરજ મળે છે. કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org