________________
(૩૨૭) अवमाणरोगसोगा,
ન હૂંતિ નિરંવાર” છે. દરિદ્રય, દુર્ભાગ્ય, કુજાતિ, ખરાબ શરીર, કુમતિ, કુંગતિ, રાગ અને શોક-એ જિનબિંબ કરાવનારને કદિ થતા નથી.
" रम्यं येन जिनालयं निजभुजोपात्तेन कारापितं, मोक्षार्थ स्वधनेन शुद्धमनसा पुसा सदाचारिणा ।
वेद्य तेन नरामरेंद्र महित तीर्थेश्वराणां पदं, प्राप्त जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम ।। પિતાના ભુજબળથી મેળવેલ ધન ખરચી શુદ્ધ મનથી જે સદાચારી પુરૂષ મેક્ષ મેળવવા રમણીય જિનમંદિર બંધાવે છે, તે નર, અમર અને ઇદ્રોએ પૂજિત તીર્થંકર પદ પામે છે, તે પિતોના જન્મને સફળ કરે છે. જિનમતને દીપાવે છે અને પિતાના કુળને ઉજવળ બનાવે છે.
એ રીતે જિન પ્રતિમા કરાવનાર મહાપુણ્યને પ્રાપ્ત કરી શકે છે. હું અત્યાર સુધી એ પુણ્યથી વંચિત રહ્યો. તે હવે જિનમંદિર અને રમણીય જિનબિંબ કરાવીને મારે મનોરથ સફળ કરું.
એમ ચિંતવીને પુરંદર જિનમંદિર કાવવાને સમુદ્યત થયે. દેશ પરદેશના સારા અને સુપ્રખ્યાત કારીગરોને તેણે બોલાવ્યા. વિક્તવ્યયને જરા પણ સંકેચ કયા વિના વિધિપૂર્વક તેણે ખાત મુક્ત કરાવ્યું અને શાસ્ત્રોક્ત રીતે બધું મંડાણ મંડાવ્યું. વાસ્તુ શાસ્ત્રના જાણનારાને તેણે ખાસ બોલાવ્યા હતા. કારીગરોને તેણે એવી ભલામણ કરી દીધી હતી કે ગમે તેટલે ધન વ્યય થાય, પણ અપૂર્વ જિનાલય બનવું જોઈએ, તેની કારગિરીમાં કંઈપણ કચાશ ન રહેવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org