________________
પ્રકરણ ૧૮ મું. પુર્વ ભવ.
વલી ભગવંતની ધર્મદેશના સાંભળતાં રાજા તેમજ બધા શ્રોતાઓ યથાશકિત ધર્મવાસિત થયા સૌએ યથાશની શકિત પ્રમાણે વ્રત નિયમ લીધા. ઘણા જન જિનધર્મના શ્રદ્ધાળ થયા, ઘણા દેશ વિરત શ્રાવક થયા અને મહાવ્રતધારી શ્રમણ થયા.
તે વખતે સભામાં રાજાએ કેવલી મહારાજને પ્રશ્ન કર્યો કે-“હે ભગવન ! મેં પૂર્વ ભવે એવી તે શી કરણી કરી કે મને પાપમાં રૂચિ થઈ અને મતિસાગર પ્રધાને શું પુણ્ય કર્યું કે જેથી એ અખુટ સમૃદ્ધિ પામ્યો, તથા ધર્મનો પ્રથમથીજ પ્રમી બન્યા હે નાથ ! તે કૃપા કરીને કહો.”
પ્રધાન આ પ્રશ્ન પૂછવાને માટે તત્પર થઈ રહ્યો હતે. એવામાં રાજાએ પોતે ભગવાનને પુછયું અને તેમાં પોતાનો પ્રશ્ન પણ આવી ગયે, એટલે મંત્રી બરાબર સાવધાન થઈને સાંભળવા લા .
રાજાને પ્રશ્ન થતાં કેવલી મહારાજે રાજા અને મંત્રીને આ પ્રમાણે પૂર્વભવ કહી સંભળાવ્ય- “હે રાજન! પૂર્વે વિજયપુર નગરમાં એક વ્યવહારીન તમે બંને સુંદર અને પુરંદર નામે પુત્ર હતા. તે બંને બાંધવ પરસ્પર પ્રેમાળ થઈ વત્તતા અને સંસાર વિવિધ જોગ વિલાસથી પિતાની યૌવનાવસ્થાને સફળ કરવા લાગ્યા. વ્યવહારીના ઘરમાં ધનની કંઈ ખોટ ન હતી. તેથી તમામ પ્રકારના સુખની સામગ્રીમાંજ તે ઉછર્યા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org