________________
પ્રકરણ ૧૭ મું. ધર્મ દેશના.
'
( ૨ ) જ્યની લગામ મંત્રીના હાથમાં આવ્યા પછી કેટકે
કે બધાં દુર થઈ ગયાં. પિતાને સ્વાર્થ સાધતાં જુલ્મ સાર કરી પ્રજાને સતાવનારા બધા શાંત થઈ મંત્રીને અનુ
કુલ થયા. મંત્રીના પ્રભાવથી કઈ અધિકારી અન્યાય કરનાર ન રહ્યો. રાજા પિતે તો હવે ધર્માનુરક્ત થયો અને તેણે રાજ્યને બધો કારભાર મંત્રીને સોંપી દીધો. પોતે બે ઘડીવાર મંત્રી પાસે ધર્મની વાત સાંભળતા અને બાકીના વખતમાં તેનું મનન કરતો હતો. જીવનના પ્રાંત ભાગમાં પિતે ધર્મ માગે આવેલ જોઈને તે પિતાને ધન્ય માનવા લાગ્યું. રાજ્ય એટલું બધું સુવ્યવસ્થિત થઈ ગયું કે જાણે રામ રાજય. આવી હાલ ચાલ જોઇ પ્રજાના આનંદનો પાર ન રહ્યો.
કેટલાક કાળ પછી શ્રીપુર નગરના ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યા. એટલે વનપાલકે ઉતાવળથી આવીને રાજાને વધામણ આપી કે –“હે રાજન ! આજે આપના ઉદ્યાનમાં કેવલી મહારાજ પધાર્યા છે.” આ સંદેશે સાંભળતાં રાજાના પ્રમાદને પાર ન રહ્યો. મંત્રી પણ અતિશય હર્ષિત થયા. તરતજ રાજાએ પ્રજામાં ઢઢેરે ફેરવીને જણાવ્યું કે “ઉદ્યાનમાં કેવલી ભગવંત આવ્યા છે, માટે તેમને વંદન કરવાને સૌ કોઈએ આવવું” આથી નગ૨ના બધા લોકે ત્યાં આવવાને તૈયાર થયા. રાજાએ પિતાની સેના તૈયાર કરાવી અને આડંબર પૂર્વક મહા મંત્રી મતિસાગરની સાથે ઉદ્યાનમાં આવ્યું, ત્યાં કેવલી પ્રભુને ત્રણ પ્રદક્ષિણ પૂર્વક વંદન કરીને રાજા ધર્મોપદેશ સાંભળવા બેઠે. આ વખતે મંત્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org