________________
(૨૭૭) આદર્યો? જિતારિ રાજાને તે હું રાક્ષસીની મદદથી ગમે તે રીતે પિતાને ચમત્કાર બતાવીને વશ કરી શક્ત, છતાં આ મને શું સૂક્યુ? અરે ! એ મારી તર્કશકિતને પણ હજારવાર ધિ ક્કાર છે! બિચારા નિરપરાધી માણસે માય ગયા. અહા ! - માપ પાપ પંકમાં મેં મારું ઉપાર્જન કરેલ પુણ્ય રત્ન રગળી નાખ્યું અપરાધીપર પણ દયા ચતવવાની મારી ફરજને પડતી મૂકીને વિના કારણે હજારો માણસેના પ્રાણ લીધા. આ એક નિર્દય કામ મને જીવન પર્યત શરમાવનારું થઈ પડશે. જે છેવનમાં મે દયાને ઓત પ્રેત કરી હતી. તેમાં આજે હાથે કરી માનવ હિંસારૂપ વિષ મેળવીને તેને મલિન બનાવ્યું. ધર્મજ ધન માનવાનો દાવો કરનાર હે! મતિસાગર ! તેં તારું નામ આજે નિરર્થક કર્યું. તારી મતી હવે સાગર પ્રમાણુની ઉપમા લાયક રહી નથી પણ ગાગરની ઉપમા લાયક થવા પામી છે. જ્યાં પુ
ધ્યરૂપ ચંદનની નિરંતર સુગંધ પ્રસરતી હોય, ત્યાં આજે વધરૂપ વિષલતાઓએ સ્થાન લીધું, એ કેટલું ખેદકારક છે? અહા ! એ પાપનું તે મારે મોટું પ્રાયશ્ચિત લેવું પડશે. બસ, હવે જિ તારી રાજા જે પોતાનું પરાજ્ય કબુલ ન કરે, તે મારે ઠંદ્વ યુદ્વજ પસંદ કરવું, પણ આવું પ્રાણહારક સંગામ તો ન જ કરવું. - મતિસાગર મંત્રીને આ વિચાર આવતાં જાણે રાક્ષસી જાણી ગઈ હોય, તેમ તેણે તરતજ રાજાના હાથીને ઘાયલ કર્યો અને રાજાને પકડી બાંધીને મંત્રીના તંબુમાં લાવી મૂક. આ બનાવથી રાજાના સેનાપતિ અને સૈન્ય હતાશ થઈ ગયા, એટલે યુધ્ધ બંધ રાખવું પડ્યું. મંત્રીના સુભટે જે કે વધારે ઉત્સાહમાં આવી ગયા હતા, છતાં મંત્રીની આજ્ઞા થતાં તેમને યુધ્ધ કરતાં અટકાવવામાં આવ્યા.
રાજાને તંબુમાં લાવવાનું કામ રાક્ષસીએ એટલું બધું ઝડપથી કર્યું કે એક પલકારા માત્રમાં નેત્ર ખોલતાં રાજાને માલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org