________________
(૨૭૫) સાક્ષત ભાસમાન થતું હતું. મંત્રીના સૈન્ય કરતાં જિતરી રાજાનું સૈન્ય મોટું હતું.
આ તરફ મંત્રીએ પેલી રાક્ષસીને આરાધીને તેને કહ્યું કે જિતારિરાજા પોતે જ્યારે લડાઈમાં ઉતરે ત્યારે તેને બાંધીને મારી પાસે લઈ આવ. વળી શસ્ત્રોની લડાઈમાં જેમ બને તેમ તે શો કેઈને ઘાત કર્યા વિના નકામાં થઈ પડે, તેવો પ્રયત્ન કરકરવો. તેમજ મારૂં સૈન્ય નાનું છે, છતાં તે લોકોની નજરે મેટું દેખાય એવો ચમત્કાર બતાવો. બસ, હવે તારે સાવધીન રહેવાનું છે, અને લડાઈ શરૂ થતાં તારે અદૃશ્ય રહીને બધું કરવાનું છે. એ પ્રમાણે રાક્ષસીને ભલામણ કરીને વિદાય કરી.
અહીં પ્રભાતના સોનેરી કિરણે પૃથ્વી પર પ્રસરતાં બંને સૈન્યમાં યુદ્ધ શરૂ કરવાના નિશાન ચમક્યાં સુભટને દૌર્ય ઉતેજિત કરવા ચારણે વીરરસના કાવ્યો બોલવા લાગ્યા. રણુ વાધનો નાદ ગગનને ભેદવા લાગ્યો. એટલે ચધાઓ બધા સાવધાન થઇને પિતપોતાના શસ્ત્રો લઈ સજજ થઈ ગયા. રથી રથીની સામે અશ્વ અધની સામે, હાથી હાથીની સામે, અને પાળા પાળાની સામે રહીને મેધાઓ એક બીજા પર શસ્ત્ર ચલાવવા લાગ્યા. તલવાર અને ભાલાઓના ચમકારે મેઘ વિનાની વીજળીનો ભ્રમ કરાવવા લાગ્યા. ધનુષ્યમાંથી સરરરર કરી છુટતા બાણે એક બીજા સાથે અથડાતા અને કેટલાક સીધા નીકળી જતા હતા.
ધાઓ એક બીજાને કાપી નાખવાને તલપી રહેલા હોવા છતાં ચુધ નીતિનું કેઈ ઉલ્લંધન કરતા ન હતા. નમંડળમાં નજર કરતાં બાણે તે વખતે મંડપની જેમ છવાઈ રહ્યા હતા. મંત્રીના સૈન્ય પ્રમાણે જિતારી રાજાનું સૈન્ય તૈયાર થઈને તેની સામે આ
વ્યું હતું. બાકીનું સૈન્ય શસ્ત્ર સજજ રહીને તેની પાછળ તૈયાર થઈ ઉભું હતું. પોતપોતાના સિન્યના મધ્ય ભાગમાં ગજરૂઢ થ. ઈને મંત્રી અને જિતારિરાજા સમરાંગણમાં ઉતરી પડયા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org