________________
(૨૫૬) સાગર નામે મંત્રી સુતે છે તે તારા કાળજનો અતિ લાવશે. આ કામમાં મારી શકિત ચાલી શકે તેમ નથી. કારણ કે મારા કરતાં અધિક શક્તિવાળી શાસનદેવીએ એ કામ કરેલ છે. માટે તે મંત્રીના હાથેજ એ કામ પાર પડશે
દેવીના આ વચનથી રાજાને કંઈક ધીરજ આવી. તરત જ તેણે પિતાના મંત્રી વિગેરે અધિકારીઓને સજજ કર્યા અને તેમને ભલામણ કરતાં કહ્યું કે એ મહાપુરૂષને બહુ માનથી હાથી પર બેસાડીને લઈ આવે. તેને કઈ રીતે ખેદ ન થાય અને પ્રસન્ન થઈને આવે, તેમ કરજે. રાજાની શિખામણ ધ્યાનમાં લઈને પ્રભાતે બધા અધિકારીઓ હાથી લઈને ઉદ્યાનમાં ગયા, ત્યાં એક મહાન આમ્રવૃક્ષ તળે કેઈ સુતેલ દિવ્ય પુરૂષ તેમના જેવામાં આવ્યું. અષ્ટમીના ચંદ્ર સમાન તેનું લલાટ તેજસ્વી હતું, સુકા વરસાવતું તેનું મુખ, ચંદ્રમાને શરમાવે તેવું હતું, પ્રભાતના બાળ સૂર્યના સેનેરી કિરણેએ તેના મુખને અધિક તેજસ્વી બનાવ્યું હતું. અધિકારીઓ બધા આવીને છેડે હર ઉભા રહ્યા. તે સહેજ નિદ્રામાં હતું તેને જગાડવાનું તેમણે ઉચિત ન ધાર્યું. થોડી વારમાં તે જ્યારે જાગે, ત્યારે તેનું પ્રથમ નામ પુછ્યું અને પછી નમસ્કાર કરીને તેમણે તાજા પ્રફ. લિત પુષ્પની માળા તેના ગળામાં નાખી, અને અંજલિ જોડીને કહ્યું કે-છે મહાભાગ! આપના દર્શનથી અમે કૃતાર્થ થયા. આપને આ નગરના મહારાજા કઈક અગત્યના કામ પ્રસંગે આપને અત્યારેજ બોલાવે છેમાટે ગજરાજ પર આરૂઢ થઇને આપ રાજ સભામાં પધારે.”
અચાનક અધિકારીઓના મુખથી રાજાનું આમંત્રણ સાંભળતાં મંત્રી આશ્ચર્ય પામ્યો. તરતજ તે ગજારૂઢ થઈને રાજે સભામાં આવ્યું. રાજાએ સન્મુખ આવીને તેને આવકાર આપે અને પોતાના અર્ધાસન પર તેને બેસાડયે એક ક્ષણવાર કુશળ પ્રશ્ન થયા પછી રાજાએ મંદિર સંબંધી અને પોતાની કુળદેવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org