________________
મિની અને હા આપ ખડા
(૨૬૮) એમ મનમાં નિશ્ચય કરીને મંત્રીએ પોતાના સેનાપતિ વિગેરે અધિકારીઓને એકાંતમાં બોલાવ્યા અને તેમની સાથે સંગ્રામની મસલત ચલાવી. એટલે સેનાપતિએ કહ્યું કે-મંત્રીજી! આપણી પાસે સૈન્ય અને હથીયારના સાધને છે, સાથે અનાજ તે રસ્તામાંથી લઈ લેશું. વળી આપણે બહાર મેદાનમાં હાઈશું, એટલે દરેક વસ્તુની છુટ રહેશે. છતાં રાજાના સૈન્ય સામે આ પણું સૈન્ય ટકી શકશે કે કેમ ? એ એક સવાલ છે. આપણી સેના ઓછા પ્રમાણમાં છે, વળી આપણી પાસે હથીયાર બળ એ શું છે, તે છેવટે હાર ખાવાનો વખત આવે, તે કરતાં પ્રથમ વિચારીને પગલું ભરવું તે ઉચિત છે.
સેનાપતિના વચનથી મંત્રીને વિચાર થઈ પડશે. તેના શબ્દ બધા દીર્ધ દશિતા સૂચવતા હતા. લાંબો વિચાર કર્યો પછી મંત્રીએ ચિંતવ્યું કે—કઈ પણ દેવા સહાય વિના તે મારૂં સૈન્ય ટકી શકશે નહિ. માટે પેલી રાક્ષસીને બોલાવીને તેની સહાયતા માગું કે જેથી પરાભવ ન પામું એટલું જ નહિ. પણ ધાઓને સંહાર પણ બહુજ ઓછો થવા પામે. તે વિના કઈ રીતે પહોંચી શકાશે નહિ.” એમ ધારીને તેણે રાક્ષસીનું આરાધન કર્યું. ત્રીજે દિવસે પ્રત્યક્ષ થઈને રાક્ષસીએ કહ્યું કે“હે મહાનુભાવ! મને શી આજ્ઞા છે? ઉપકારને બદલે વાળવાને હું તારું ગમે તેવું દુષ્કર કામ પણ બજાવવાને તૈયાર છું. માટે વિના સંકેચે મને કાર્ય ફરમાવી કૃતાર્થ કર.”
મંત્રીએ રાક્ષસીને પિતાનું કાર્ય નિવેદન કર્યું. તે સ્વીકારીને રાક્ષસી અંતર્ધાન થઈ.
હવે શ્રીપુર નગરની સરહદમાં આવતાં મંત્રીએ પિતાના સેનાપતિને ફરમાવ્યું કે –“સેના બધી સજજ છે. સુભટેમાં જુસ્સે પ્રગટ થાય, તેવા કડખા વિગેરે રાગ તેમને સંભળાવે. શસ્ત્રો સજાવીને સતેજ અને તીક્ષણ કરાવ, ભાલા અણદાર બનાવે. બખ્તરે પહેરીને સજજ થાઓ. પાણીદાર અવે અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org