________________
(૫૫) સ્થાનના આમ દ્વાર બંધ કરીને તમે શું કરવા માગે છે ? અહીં રાજાના ન્યાય મંદિરના દ્વાર સદાને માટે ખુલ્લાજ રહે છે. તમે કોઈ પ્રકારના સંકટમાં આવી પડ્યા હો, તો રાજ મદદ માગી તમારા ઇષ્ટ સ્થાને પહોંચી શકે છે. તમારું આ કાર્ય સાંભળી અમંગલના ભયથી રાજા પોતે અહીં આવેલ છે માટે તમે બહાર આવીને તમારી ફરીયાદ જાહેર કરે.”
એ પ્રમાણે ત્રણે મંદિરમાં કહેવરાવ્યા છતાં તે રમણુઓ કંઈ પણ બેલી નહિ. રાજાને તેથી અમંગલની વધારે ધાસ્તી લાગી. તેણે વિચાર કર્યો કે–“આ સતીઓ જરૂર કંઈ સંતાપ પામી લાગે છે. આમ લાંઘણું કરી બેસશે, તે રાજ્યને ભારે છે. વળી એમના શીલના પ્રભાવથી કેઈ દેવ-દેવી પાયમાન થશે, તે રાજ્ય-પ્રજાને હરકત પહોંચાડશે. પુર્વે એવા બનાવે ઘણું બની ગયા છે. એ સતીઓને સંતોષવાને હવે ક માર્ગ લે. તે પણ સુજતુ નથી.” એમ ચિંતવતાં રાજાના મનને ક્ષોભ થયે. એ કામનો જલદી નિવેડે લાવવા તેણે મંત્રીઓ સાથે મસલત કરી. છેવટે બધા એવા નિર્ણય પર આવ્યા કે નગરમાં જાહેર ઢંઢેરે ફેરવી લેકને જાહેર કરવું કે-“આ સ્ત્રીઓને બોલાવીને મંદિરના દ્વારા જે ઉઘડાવી આપે, તેને જ પિતાનું અર્ધ રાજ્ય આપે અને પિતાની કન્યા પરણુવે.” ' એ પ્રમાણે રાજાની આજ્ઞાથી કેટલાક રાજસેવકે મેટા રસ્તાઓ પર ફરી ફરીને વારંવાર પ્રજા જનેને કહેવા લાગ્યા. અધું રાજ્ય અને કન્યાને લેભે કૈક અધધ ઉમેદવારો બહાર આવ્યા, પણ તેમનાથી કંઈ થઈ શકયું નહિ. આથી રાજાને પ્રતિક્ષણે કાલજી વધવા લાગી. ધુપ દીપ કરીને તેણે પોતાની કુળ દેવીની આરાધના કરવા માંડી. એટલે ત્રીજે દિવસે કુળ દેવીએ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજન! નગરની બહાર દેવરમણું ઉદ્યાનમાં એક મોટા સહકાર વૃક્ષ નીચે મતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org