________________
(૨૧). અહે! સમસ્ત લોકોને અત્યંત વલ્લભ એવા શીલને જે ધારણ કરે છે, તેને અગ્નિ જળ સમાન લાગે છે. સમુદ્ર નીક તુલ્ય થાય છે, મેરૂ પર્વત એક નાની શિલા સમાન ભાસે છે સિંહ તરત મૃગલા સમાન ગરીબ થઈ જાય છે, વિકાળ સર્પ તેને માળારૂપે પ્રણમે છે, અને વિષ તે અમૃત સમાન થઈ જાય છે.
પૂર્વે સંકટ પડતાં પણ મહાસતીઓએ જેમ પિતાનું શીલ જાળવી રાખ્યું, તેમ મારે પણ એજ આભૂષણથી અલંકૃત થવાનું છે.”
એ પ્રમાણે નિશ્ચય કરીને સૌભાગ્ય સુંદરીની વિચારમાળા અટકી એવામાં પુન: તેને પિતાના પતિનું સ્મરણ થઈ આવ્યું, અને તેની આંખમાંથી ગરમ આંસુના બે ચાર બિંદુ સરી પડયા. તેનું હૃદય પૂર્વની સુખ સામગ્રી સંભારતાં ખેદથી ભરાઈ આવ્યું આ વખતે શ્રીપતિ શેઠ, બહારથી તેને આશ્વાસન આપવા પણ અંદર ખાનેથી તેને પિતાની કરવા ત્યાં ઉપસ્થિત થયે અને તેની શેચનીય દશા જોઈને તે કહેવા લાગ્યું કે
“ભદ્રે અચાનક મારા મિત્ર મતિસાગરના સમુદ્રપાતથી જેમ તમને દુઃખ થાય છે, તેમ મને પણ પારાવાર દુ:ખ ઉપજે છે. પરંતુ
મવિવેન તન્યા ”. - ભાવિભાવ અન્યથા ન થાય. જેમ બનવાનું હોય તેમજ બને. મનુષ્યના કટિ પ્રયત્ન તેની પાસે કામ લાગતા નથી. બાળા! હવે ધીરજ ધરે અને ગઈ ગુજરી ભૂલી જાઓ. હવે તમારે ખેદ કરે વથા છે. જે વસ્તુને પ્રતીકાર ન થઈ શકે, તેને માટે ચિંતા કે કાળજી કરવી શા કામની ? તમારી આ યૌવનકળી હજી પ્રકુલિત થવાની અણી ઉપર આવી, એવામાં તેના ભેગી ભ્રમરને દેવે અચાનક છીનવી લીધો. એ બાબત ગમે તેવા કઠિન મનના માણસને પણ કમકમાટ ઉપજાવે તેવી છે. ભરેલા ભાણા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org