________________
(૨૪) अति मलिने कर्तव्ये, भवति खलानामतीव निपुणा धीः । तिमिरे हि कौशिकानां,
એટલે–દુર્જનની મતિ અત્યંત મલીન કર્તવ્યમાં વધારે સતેજ થાય છે. કારણ કે ઘુવડની દષ્ટિ અંધકારમાંજ તેજસ્વી બને છે.
સ્વામિન્ ! તમારા સેવકે છતાં તમે તેમના રમકડા થઈને દેવાઓ એજ હીનતા સૂચવનાર કાર્ય છે. વળી આ તમારી વ્યસનાસતિથી રાજ્યમાં પણ અન્યાયનું અંધેર વધી જશે. અને પ્રજાને બહુજ સેસવું પડશે.”
એ પ્રમાણે રાણીએ શિખામણ સંભળાવી, પણ રાજાને તેની કેઈજ અસર ન થઈ, કારણ કે તે વખતે રાજા મદિરાપાન કરીને મસ્ત બન્યું હતું. પોતાની સ્થિતિનું તેને ભાન ન હતું. પિતાના શબ્દોની રાજાને કંઇક અસર થશે અને તેથી વખતસર તે સુમાગે આવી જશે, એમ રાણું ધારતી હતી, પણ તે ધારણ બધી વૃથા થઈ. - જિતારિ રાજાને સમરસેન નામે એક નજીકન ભાયાત હતું. રાજાને કંઈ સંતાન ન હતું, તેથી સમરસેનને રાજ્ય ગાદીની લાલચ લાગી, પણ રાજા હયાત છે, ત્યાં સુધી તેને કઈ
લાવે તેમ ન હતું. તે એક અમલદારની જેમ રાજ્યમાં રહેતા હતા. પ્રચંડસિંહ અને દુષ્ટસિંહ રાજાને કેમ રમત રમાડે છે. તે સમસેન બરાબર જોયા કરતું હતું. તેમાં પણ પ્રચંડસિંહ જેટલાં પગલાં ભરાવે, તેટલાં પગલાં રાજા ભરતે હતો. આથી પ્રચંડસિંહને સાધવાથી પોતાનું કામ પાર પાડી શકશે એમ સમરસેનને લાગ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org