________________
(૨૮) દુષ્ટસિંહ–હા, કંઈક પ્રસંગ કહાડીને આપણે રાજાના વિલાસ ભવનમાં ભેગા થઈએ. ત્યાં મદિરા પાનમાં રાજાને એક
તો ચાલે વેશ્યાના હાથે પીવરાવી દઇએ. એટલે રાજાના રામ રમી જાય.
પ્રચંડપણ, તેમ કરતાં ખળભળાટ થાય, તે બચાવ રસ્તો પણ જોઈએને ?”
દુછસિંહ – બચાવ એજ કે કંઈક વધારે મદિરાપાન કરવાથી રાજાની આ દશા થવા પામી. અને એ વાત સામે કોઈ વાંધો ઉઠાવે તેમ છે નહિ.”
બસ, આ બે પ્રપંચી પૂતળાઓએ રાજાના રામ રમાડી દેવાનો નિશ્ચય કરો મૂકો. પછી વસંત સેનાને એકાંતમાં મળી તેની સાથે મસલત ચલાવીને તેને ભવિષ્યની લાંબી લાલચ બતાવી, એટલે તે પણ સામેલ થઈ. આ દુષ્ટ કારસ્તાન, સમરસેન પ્રચંડસિંહ, દુષ્ટસિંહ અને વસંતસેના–એ ચારજ જાણતા હતા. આ અધમ કૃત્ય બહુજ ભયંકર હતું, છતાં તેઓ પોતાના સ્વાર્થની લાંબી લાલચથી પૂર્ત વિચાર કરી શક્યા ન હતા.
અહો ! તૃષ્ણા, માણસને કેવા વિચાર મૂઢ બનાવી દે છે, એ સમસ્ત જગતને ભમાવે છે. કહ્યું છે કે
જનેરશથાસ્તું, युक्तमिद्वियवाजिभिः । भ्राम्यतीदं जगत्सर्व,
तृष्णासार थिनोदितम् " ॥ એટલે-ઇંદ્રરૂપ અોથી યુક્ત અને તૃષ્ણારૂપ સારથિથી પ્રેરાયેલ તેમજ મનોરથરૂપ રથ પર આરૂઢ થયેલ સમસ્ત જગત ભમ્યા કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org