________________
(૨૩ર) એ બધાં પોથી મહેલા રીંગણા. વળી પરભવની પોથીને તે કેણ ઉકેલી શકયું છે?”
ત્યારે રાજાના રામ રમાડી દઉં ? અરે ! પણ એણે મારાપર કેટલો બધો વિશ્વાસ રાખ્યો છે અને મને કેટલું બધું ખવરાવ્યું પીવરાવ્યું છે ? અહા ! તેને માટે આ વિચાર?
“ દુનીયામાં બધા સ્વાર્થના સંબંધી છે. એના સ્વાર્થ વિશ્વાસ રાખ્યો, તેથી મારે પિતાને અલભ્ય લાભ છે ? પ્રપંચી માણસજ જગતમાં ફાવે છે.”
આ બધું કેની ખાતર ? ”
આ પ્રચંડસિંહ અર્ધ રાજ્યનો માલિક થશે અને તે ખમા ખમાથી વધાવાશે એક સાધરિણુ નોકરમાંથી રાજ્યાસનપર આવવું—એ ઓછા ભાગ્યની વાત ?
એ પ્રમાણે અનેક તર્ક વિતર્ક કરતાં અને પિતાની મેળે સમાધાન કરતાં તેને વખત ન લાગે. એજ વિચારોની ઉથલ પાથલમાં સવારે તેને ભેજન ભાવ્યું ન હતું અને બપોરે તે ભેજન કરવા બેઠા, પણ વિચારની ભાંજઘડમાં તેને ભાળ્યું નહિ. છેવટે ઘડીવાર આરામ લેવાનેતે પિતાના એકાંત એારડામાં ગયે. ત્યાં પણ તેવા ઘાતકી વિચારોથી તે મુકત ન થઈ શકે. છતાં પથારીમાં પડીને આમતેમ આળોટવા લાગ્યો દૈવયોગે તેની સહેજ આંખ મીંચાઈ, એવામાં એક ભયંકર અને કૃષ્ણ વસ્ત્રધારી આકૃતિ તેની સમક્ષ આવી ઉભી, સિંદૂર જેવી તેની લાલ આંખ ભય ઉપજાવે તેવી હતી, બીહામણુ મુખ અને વક ભ્રકુટીથી જોનારના નેત્ર અંજાઈ જતા હતા. પ્રચંડસિંહ જે કે સ્વપ્નાવસ્થામાં હતો, છતાં તે આકૃતિના ભયથી તેની છાતીત ધડકતી હતી. ક્ષણભર તે આકૃતિ સ્તબ્ધ થઈ ઉભી રહી, પછી બોલવા લાગી
“ પાપી ચાંડાલ પ્રચંડસિંહ ! તું આ શું કરવા બેઠે છે ? તને મનમાનતા વિલાસ કરાવનાર રાજાને ઘાત ? અરે ! નરપિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org