________________
(૨૫૦) દાસીઓ હોય, પરંતુ તેવું કાંઈ જોવામાં આવતું નથી. સામાન્ય સ્ત્રીમાં આવું અજબ સૌંદર્ય ન હોય. ગમે તેમ હોય, પણ અત્યારે મને તે એ શિકારજ પ્રાપ્ત થયું. એ નિરાધાર હશે. તે એને આધાર આપીશ, નહિ તે પણ એને આમંત્રણ કરી મારા ગૃહાંગણ સુધી લઈ જવામાં તે કંઈ હઋતજ નથી. સ્ત્રી. જાતિને સ્વભાવ કેમળ હોય છે, પોતાની જાત સાથે તે તરત મળી જાય છે, માટે એને બેલાવીને ધીરજ આપું.
એમ વિચારીને પેલી વેશ્યા તેની પાસે આવીને કહેવા લાગી—–સુંદરી! તમે કઈ ખાનદાન કુટુંબના લાગે છે. તમે જેવી પ્રમદાને આવા સ્થાનમાં એકાકી પડયા રહેવું યુક્ત નથી. તમે કોઈ અજાણ્યા પ્રવાસી છે–એમ તમારી આકૃતિ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે. શું તમારી સાથે કઈ સેબતી નથી? કદાચ હોય તે પણ ભલે, છતાં તમે અહીં એકલા બેસી રહો એ તે અયોગ્ય જ ગણાય. અહીં શહેરમાં પાસેજ આપાનું મકાન છે. ત્યાં તમે ચાલે અને સ્નાન, ભેજન કરીને વિશ્રાંતિ .
જો કે તે વેશ્યા હતી, છતાં તેના કેમળ વચનેથી રાજકુમારી લલચાઈ ગઈ તેમ વિશેષ પુછપરછ પણ કરી નહિ. તેણે વિચાર કર્યો કે–આ સ્ત્રી લાગણીથી પિતાની સાથે આવવાનું આમંત્રણ કરે છે, તે તેની સાથે જવામાં મારે શી હરકત છે? વળી મારા પતિ ગામમાં કદાચ મકાનની સગવડ કરી આવશે, પણ ભજન સામગ્રી મેળવતાં વખત લાગશે, તે તેટલા વખતમાં હું ભેજનાદિક તૈયાર કરી રાખીશ. વળી આ સ્ત્રી અહીંની રહેવાસી છે અને વસ્ત્રાદિક પરથી તે પૈસાપાત્રના ઘરની હશે, તેથી એક નોકર મોકલીને મારા સ્વામીને ત્યાં બોલાવી લઈશ. એમ ધારીને રાજકુમારી તે વેશ્યાની સાથે શહેર ભણું ચાલતી થઈ.
નગરના મધ્ય ભાગમાં વેશ્યાનું મકાન આવેલું હતું. રાજકુમારીને તે પિતાના ઘરે તેડી ગઈ. ઘરની અંદર દાખલ થાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org