________________
(૨૪૬) તેણે ફાંસી આપવી. આ વૈર વાળવાને માટે આટલું કરવું પડ્યું તારે મેહ હજી મારા અંતરમાં જાગ્રત છે. એમ ટુંકમાં તેણે મને બધો વૃત્તાંત કહી સંભળાવ્યા. પછી કયાં ભાગી ન જેવું એમ ધારીને તે બહાર જતી વખતે મને આ અંજનથી ઉંટી બનાવી જાય છે. અને રેજ એક વાર તે મારી સંભાળ લેવા આવે છે. - એક વખતે મેં તને પ્રસન્ન કરીને પુછયું કે – હે માતા! હું આ અરણ્ય જેવા નગરમાં એકલડી શી રીતે રહી શકું?” રાક્ષસી તેને ધીરજ આપતાં બોલી—“વત્સ! તું ફિકર ન કરી તપાસ કરતાં ચગ્ય વર મળી આવશે, તો તને પરણાવીશ અત્યારે તું કોઈ જાતની ચિંતા ન કર. જ્યાં સુધી તને પતિ ન મળે, ત્યાં સુધી તું અહીં સુખે રહે.” એમ રાક્ષસીએ મને ધીરજ આપી, તેથી હું અહીં દિવસે ગુજારું છું હે દક્ષ! એ રાક્ષસીને હવે આવવાને અવસર થયું છે જે તમને પરણવાનું મને ભાગ્ય પ્રાપ્ત થાય, તે કરમેચને વખતે તમે એક ઉડણ ખાટલી રાતી અને પેલી બેકણુયરની કાંબ, તથા બે દિવ્ય રત્નની ગાંઠણું-એ વસ્તુ માગી લેજો રાજબાળાનું વચન મંત્રીએ કબુલ રાખ્યું. અને તે ત્યાં અન્ય સ્થાને ગુપ્ત રહીને બેઠે.
સમય થતાં રાક્ષસી આવી, અને તેણે અંજનના ચેગે ઉંટડી બનેલ રાજકન્યાને પુનઃ રતિ સમાન રૂપવતી બનાવી. પછી પરસ્પર વાર્તા લાપ કરતાં તે બાળાએ રાક્ષસી પાસે વરની ચાચના કરી. ત્યારે રાક્ષસી લી–“હે વત્સ! વસુધાતલપર તપાસ કરતાં દુદૈવયોગે તેરા લાયક કેઈ વર મલતો નથી, કે જેથી હું તારા મનના મારથ પૂરા કરૂં. આ સમય જોઇને રાજકુમારી બેલી–“હે માત ! જે અહી બેઠાજ તમને વર રાજ દેખાડું, તે પછી કાંઈ તમારે હરકત છે?”
રાક્ષસી–“હે પુત્રી! તો હું તને સંતુષ્ટ થઈને પરણાવી દઉં, અને તારી ચિંતાથી હું મુક્ત થાઉં.'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org