________________
. (૨૪૭) એમ રાક્ષસીના કહેતાં જ પ્રથમના સકેત પ્રમાણે મતિસાગર મંત્રી તરતજ પ્રગટ થયે. મંત્રીના રૂપ રંગ જોતાં રાક્ષસી પ્રસન્ન થઈ અને તેને રાજી થઈને રાજકન્યા પરણાવી. પુણ્યની અદભુત લીલાથી જંગલમાં મંગળ થાય છે, કરમેચન વખતે રાક્ષસીએ કહ્યું, એટલે પ્રધાને પૂર્વે કહેલી પાંચ વસ્તુ માગી લીધી. પછી શક્ષસી જ્યારે વનમાં રમવા અને ફરવાને નીકળી ગઈ ત્યારે રાજકુમારીએ મંત્રીએ કહ્યું–“હે નાથ! હવે અહીં આપણે શા માટે રહીએ? આપણું સ્થાને ચાલ્યા જઈએ. મંત્રી બેત્યે રાજબાળા! તમારું કહેવું યોગ્ય છે. પણ મને મારા નગરના માગની ખબર નથી. વળી હું એકલો હોઉં, તો ગમે ત્યાં નિ
થ થઈને ચાલ્યા જાઉં, પણ એકને બદલે જે બીજો માર્ગ હાથ આવે તો તને ભટકવું ભારે થઈ પડે. વળી તું રસ્તે ચાલેલ નથી, ટાઢ, તડકે વેઠેલ નથી, તેથી પગે ચાલવું, માટે પંથ ઓળંગ, કાંટાનું કષ્ટ સહન કરવું, આ તપને તાપ વેઠ અને શીત જાતુમાં ટાઢની સખ્તાઈ સહન કરવી-એ હેલી. વાત નથી. એ વિચારતાં બહાર નીકળવાને મારું મન અચ કાય છે.”
એ પ્રમાણે મંત્રીનું વચન સાંભળતાં રાજબાળા બેલી– પ્રાણનાથ ! આપ તે બાબતની ચિંતા ન કરે આપણને જે ખાટલી મળી છે, તે એવીજ આફતમાં ઉપયોગી થવાની છે. તેના પર બેસીને સફેત કાંબથી તાડન કરતાં મનમાં ધારેલ સ્થાને તે પહોંચાડે છે માર્ગે જતાં કાંઈ પણ તકલીફ વેઠવી પડતી નથી આ દૈવી પ્રયોગથી આપણે સવર નિવિદને સ્વસ્થાને પહોંચી શકીશું. વળી કદાચ પેલી રાક્ષસી મેહને લીધે મારી પાછળ દોડી આવે, તે તેને રાતી કાબ મારતાં મીઠું જેમ જળમાં ગળી જાય, તેમ તે ગળી જશે અર્થાત્ તેનું કંઇ પણ જેર ચાલી શકશે નહિ, એટલે તે પિતાની મેળે પાછી ચાલી જશે, અને આપણે આપણા ઈષ્ટ સ્થાને જઈશું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org