________________
(૩૫) એમ વિચાર કરતાં છેવટે પ્રચંડસિંહ પિતાના પુર્વના સ્વાર્થ પર આવીને અટક. તેણે વિચારેની ઘણી ઉથલપાથલા કરી, પણ રાજ્યને લાભ તેનાથી છોડી શકાય નહિ. રાજાના વિલાસભવનમાં ખાનગી બેઠકની ગોઠવણ કરેલ હોવાથી વખત પર બધા ત્યાં હાજર થયા. વસંતસેનાનું સંગીત થયા બાદ બધા મદિરાને ઈન્સાફ આપવા લાગ્યા. તે પહેલાં પ્રચંડસિંહે વિષ મિશ્રિત મદિરાને એક પ્યાલે નેકરના હાથમાં આપે અને તેને ભલામણ કરી કે –“આ ગાલે તારે વસંતસેનાના હાથમાં આપ, અને આપતાં આપતાં કહેવું કે-આ મદિરા રાજાજી માટે તૈયાર કરવામાં આવેલ છે. વળી પ્રથમ બે ત્રણ પ્યાલા આપ્યા પછી આ ખ્યાલ આપજે, એટલે શંકા જેવું કંઈ ન રહે' દેવગે પેલા નોકરે મદિરાનું પાન કરેલ હોવાથી અમુક પ્યાલો રાજાને માટે આપવાનું છે, તેનું તેને ભાન ન રહ્યું. એક પછી એક કટારા ગટગટાવતાં બધા પરાધીન થવા લાગ્યા. બોલતાં જીભ થથરાવવા લાગી. વસ્ત્રોનું ઠેકાણું ન રહ્યું અને જમીન પર બધા આળોટવા લાગ્યા. એક બીજાની આગ્રહથી સૌ કોઈએ બે બે કટેરા વધારે લીધેલ, તેથી નિસ્સામાં ચકચૂર થઈ ગયા પેલો ઝેરી પ્યાલો નશીબ ચગે પ્રચંડસિંહના હાથમાં આવ્યા જેમ આપનારને ભાન ન હતું, તેમ લેનારને પણ અત્યારે ભાન રહ્યું ન હતું. તેથી ચાલો હાથમાં આવતાં તે ગટગટાવી ગયે. એટલે જેમ બીજા લેંબા થઈ આમતેમ આળોટવા લાગ્યા, તેમ પ્રચંડસિંહ પણ ક્ષણવાર લથડીયાં ખાઈને પ્રાણરહિત થઈ ગયે. - બે ઘડી પછી હળવે હળવે બધા સાવધાન થતા ગયા, અને તપાસ કરી તે પ્રચંડસિંહના રામ રમી ગયા હતા. આનો ભેદ સમરસેન, દુષ્ટસિંહ અને વસંત સેનાના જાણવામાં હતું, પણ તેઓ મૌન ધરી એક બીજાની સામે જોઈ રહ્યા. રાજા પણ આ બનાવ જોઈને હેમમાં પડી ગયા. છેવટે વધારે મદિરાપાન કરવાથી મરણ નીપજ્યું, એમ સમાધાન કરીને બધા પોત પોતાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org