________________
( ૨૦ ) વહાણુમાં બેસાડવામાટે મંત્રીએ ખાસ તેને રેકી રાખ્યું હતું. સમય થતાં બધા વહાણમાં બેઠા અને મેટા તરંગોને કાપતું તે વહાણ મહાસાગર ભણી ચાલતું થયું એટલે રાજા, રાણુ શેકાતુર મને ભવનભણું પાછા ફર્યા.
વહાણમાં સાથે રહેવાથી સૌભાગ્ય સુંદરીનું અદ્ભુત રૂપ શ્રીપતિ શેઠના જોવામાં આવ્યું. પુર્ણિમાના ચંદ્ર સમાન તેનું મુખ જોતાં શેઠનું મનરૂપ ચકેર મુગ્ધ થયું. તે ચિંતવવા લાગ્યો કે “અહે ! આ તે કઈ દેવકન્યા છે કે ઈંદ્રની અપ્સરાએ પોતાનો અવતાર બદલ્યું છે ? અહા ! હું મેહિનીને રતિ સમાન સમજતો. પણ આની પાસે તે મોહિની એક રતિમા છે. વિધાતાએ નવરાશન વખતે જ એને ઘડી લાગે છે. અહો રાજહંસી જેવી એની ગતિ, ભ્રમર જેવા એના લેચન, બિંબ જેવા હોઠ, અષ્ટમીના ચંદ્ર જેવું લલાટ, કનક કળશ જેવા એના સ્તન, મન્મથની ઢાલ સમાન એના નિતંબ, કદલીના સ્ત ભ જેવા એના સાથળ અને રકત કમળ જેવા કે મળ એમાં કર-ચરણ શોભે છે અને જાણે વિકસિત થયેલ કપલતા હોય તેવી એની દેહયષ્ટિ શાસે છે. એહા! આવી રમણીય રમણની સાથે જેણે ભેગવિલાસ નથી કર્યો તે પુરૂષને જન્મ વૃથા છે. અરે! પણ હું એને શી રીતે મેળવી શકું? હા, મેળવવાને એકજ માર્ગ છે. મહિસાગર જીવતો જાગતો હોય, ત્યાં સુધી તે હું સ્વ ને પણ એને પામી ન શકું ત્યારે શું કરવું..? બસ શું કરવું શું ? મતિસાગરને ૫ટ બાજી રચીને મહાસાગરમાં નાખી દે. પણ તેમ કરતાં મનુષ્યને ઘાટ અને સાથે વિશ્વાસઘાત થાય, તેનું કેમ ? અરે! શ્રીપતિ ! તું પિતે કે મૂઢ છે. એક તો કામદેવની કાંતા જેવી કામિની આવે છે અને તેની સાથે માલ મીલકતને તે પારજ નથી. આ તે એકી સાથે બેડે પાર !! પણ એ પાપનું ફળ તો મારે ભોગવવું જ પડશે. પાપ! અત્યારે પાપની પિથી કાણુ કહાડે તેમ છે? મુવા પછી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org