________________
(૨૦) “હે નાથ! મારા શણગારના શણગાર ! મારા જીવનના પ્રાણ! મારા સૌભાગ્યના સૂર્ય! આ ભરદરિયામાં મને એકલી ટળવળતી મુકીને તમે ક્યાં ગયા? જળથી વિખુટી પડેલ માછલી અને ટેળાથી ભ્રષ્ટ થયેલ હરણી જેમ આમતેમ તરફડીયા મારે, તેમ મારું અંતઃકરણ આપ વિના તરફડીયા મારી રહ્યું છે. પ્રાણનાથ! આપની સેવા-ભકિતની લાલચથી માબાપને વિલાપ કરતા મેલીને સાથે નીકળી અને થોડા જ દિવસમાં મને મુકીને તમે ચાલ્યા ગયા. હલા! એક વાર આવે, આ દાસીને દર્શન દઈને તૃપ્ત હૃદયને શાંત કરો. મારા શિરતાજ ! તમારા વિના આ જીવનમાં હવે શું રહ્યું. છે ? હે શાસન દેવ! આ અબળાને સહાય કરવા પ્રગટ થા. મારા સ્વામી જૈન ધર્મના પરમરાગી હતા, તેમની અચલ ભકિતના પ્રભાવથી આવીને હાજર થા. હે જળ દેવતાઓ ! તમે પણ કેમ કેઈ પ્રગટ થતા નથી ? આ દીન અબળા નિરાધાર થઇ શેક સાગરમાં નિમગ્ન થઈ છે. માટે દયા લાવી, તમારા અગાધ જળમાં પતિત થયેલ તેને સ્વામી સમપણ કરે. અરે ! દેવીઓ! તમારે સ્ત્રી જાતિનો પક્ષપાત નથી શું ? આ ભયંકર મહાસાગરમાં પતિ વિયેગી દીન દારાને તેને પતિ શોધી આપીને શાંત કરે.
અરે ! હા! દૈવ! તે આ શું અઘટિત કર્યું? મારામાં તે એવું તે બળ જોયું કે જેથી આ સંકટને પર્વત મારાપર ઢાળે ? અરે ! આ તો કીડી પર કટક ચલાવવા જેવું કર્યું. આમ રીબાવી રીબાવી કે સતાવી સતાવીને માર્યા કરતાં મને પોતાને જ સમુદ્રમાં નાખી હોત તો આમ કપાંત કરવાને તો વખત ન આવતું ! હે નિર્દય વિધિ! પ્રાણીઓને સતાવવાને શું તે ઈજારો લીધે છે? નહિ તે મારા જેવી અબળાને આવા દુઃખના ડુંગર નીચે ન દબાવે કુટિલ અને કઠણ દિલના હે દેવ ! તું દુ:ખીને હરાવે છે, મુવેલાને મારે છે, બળેલાને બાળે છે, ક્ષણભર રીઝવીને વારંવાર સતાવે છે. આ બધા તારા ચાળા છે. અરે ! હા, પણ દૈવને અત્યારે ઠપકે દેવે વૃથા છે. કારણ કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org