________________
પ્રકરણ ૧૧ મું.
સતીત્વને પ્રભાવ.
=
૦૦ “નાલ્યા જ, न संतोषसमं व्रतम् ।। ન સા સશે શો, शोलतुभ्यं न मंडनम्" ।
( અ હિંસા સમાન ધમ નથી, સંતોષ સમાન વ્રત નથી, છેઆ સત્ય સમાન શૌચ નથી અને શીલ સમાન શણગાર
મૂછાવશ થયેલ સૌભાગ્ય સુંદરીને દાસીઓ પવન ઢાળવા લાગી, એટલે કેટલીક વારે તે સાવધાન થઈ, અને ઉઠવા જતા તે પુનઃ મૂછ ખાઈને નીચે પડી દાસીઓ પંખા લઈ તેને પવન નાખવા લાગી. જાગ્રત થતાં તેના હૈયાના હોંશ બધા ઉડી ગયા. તરતજ તેણે પિતાના અલંકાર દૂર કર્યો. અને વીખરાઈ જતા કેશે તે છાતી કુટવા લાગી. તેના છાતી ફાટ રૂદનથી સૌના હદય ખિન્ન થયાં, કેટલાક તેને જોઈને રેવા લાગ્યા. રેઈ રેઈને તેણે પિતાના વસ્ત્રો પલાળ્યાં, તેની આંખો સૂજવા આવી અને તેમાં રતાશ છવાઈ ગઈ. છેવટે મુક્ત કઠે રૂદન કરતાં તે થાકી, એટલે કલ્પાંત અને વિલાપ કરવા લાગી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org