________________
(૭૧) - આ બે બેલથી ડોસીની મતિ ઠેકાણે આવી ગઈ, એટલે તેણે શોકને વિદાય કરીને ધર્મને હૃદયમાં સ્થાપન કર્યો.
શેઠજી! આ દષ્ટાંતમાંથી સૌ કોઈને સેનેરી શિખામણ મળી શકે છે. મેહથી મારું મારું કરતાં મનુષ્યને મૃત્યુ પકડી લે છે અને હાથ ઘસતે તે ચાલ્યા જાય છે. કહ્યું છે કે' “પુત્રો ને માતા છે,
स्वजनो मे गृहकलत्रवी मे।.. इतिकृत मे मे शब्द,
पशुमिव मृत्युर्जनं हरति" ॥ આ મારો પુત્ર, આ મારે ભાઈ, આ મારા સ્વજને, આ મારી સ્ત્રી એમ પશુની જેમ મારૂં મારૂં કરતાં મનુષ્યને મૃત્યુ ઉપાડી જાય છે.
લાંબે વિચાર કરતાં વૃક્ષમાં રાતે મળેલા પક્ષીઓ અથવા મુસાફરખાનામાં એકત્ર થયેલા મુસાફરોની જેમ જી હ કુટુંબમાં પોતાના કર્મને લીધે સંબંધમાં આવે છે અને કર્મન - લેખે પૂરે થતાં તેઓ ચાલ્યા જાય છે, આજ કાલ કે પાંચ દિવસ પછી પણ સૈ કેઈને એ એજ રસ્તે જવાનું છે, તે પછી તેમાં શોક કે કલ્પાંતને શા માટે અવકાશ આપવો જોઈએ? વિચાર કરતાં બધું માની લીધેલ વ્યવહાર માત્ર છે, તેમાં વાસ્તવિક કંઈજ નથી. કહ્યું છે કે
"कोऽहं कस्मिन् कथमायातः,
का मे जननी को मे तातः ? । इति परिभावयतः संसारः,
सर्वोऽयं स्वप्नव्यवहारः" ॥ હું કોણ? કયા કુટુંબમાં શાથી આવ્યો? મારી જનેતા કેશુ? મારે તાત કોણ? એમ વિવેકથી વિચાર કરતાં આ બધા સંસાર સ્વનિના વ્યવહાર જેવું લાગે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org