________________
(૧૩) તારે પણ આ સંકટ સહન કરવું પડે છે. અરે! મારું હૃદય કેટલું બધું કઠેર છે કે તારું આ દુ:ખ નજરે જોયા છતાં કંઈ પણ તેનું નિવારણ કરી શકતો નથી. હાલી ! આ મારી કઠેરતાને તું એકવાર સહન કરી લેજે.
વિજ્યા–“નાથ! આપ મનમાં ખેદ શામાટે ધારણ કરે છે? આપની છાયામાં રહેતાં હું દુઃખને ગણકારતી જ નથી. પતિની છાયામાં રહેનાર સતીને સંકટ પડતાં તે પ્રીતિથી સહન કરી લે છે. અહીં પ્રવાસમાં સંકટ તે સહન કરવાનું જ છે. વળી અહીં જંગલમાં આપ ઉપાય પણ શું કરી શકે? પ્રાણનાથ! મારા કારણે આપ જરા પણ ખેદ ન પામે,”
પત્નીના આ શબ્દથી મંત્રીને શાંતિ થઈ. તેના મનને, ખેદ દૂર થઈ ગયે એવામાં મધ્ય રાત્રિને સમય થતાં વિજયાને કંઈક થાક લાગ્યો તેમજ કેટલાક કાંટા વાગેલા હોવાથી પગમાં તેને વેદના પણ થતી હતી. એટલે તેણે હંળવેથી મંત્રીને કહ્યું કે—નાથ! સતત ચાલવાથી મને થાક લાગ્યો છે. માટે આપણે કઈ વૃક્ષનીચે ડીવાર વિસામે લઈએ.' - મંત્રી–પ્રિયા! તારું દુ:ખ જાણુવાથી મને સંતાપ થાય એટલા માટે તું તારું દુઃખ છુપાવે છે, પણ તને જેમ થાક લાગે છે, તેમ તીક્ષણ કાંટા પણ ઘણા વાગ્યા છે, વળી લેહીની ધારાથી તે જમીનને પણ રક્તમય બનાવી છે, તે પણ મારા ખ્યાલ બહાર નથી. વ્હાલી! એ તારી કરૂણ જનક સ્થિતિ મને કરૂણ ઉપજાવી કંપાવે છે, પણ શું કરું?” ( વિજ્યા–પ્રાણનાથ! આપનું અંતર કરૂણાને લીધે અતિશય કમળ બની ગયેલું છે, તેથી મારું દુઃખ આપને વધારે લાગી આવે છે, અને તે બરાબર છે. મહાન પુરૂષના અંત:કરણ વિષે એકવાર સાંભળવામાં આવ્યું છે કે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org